પુનઃમિલન/ ભાગલાના 75 વર્ષ બાદ 92 વર્ષીય સર્વન પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવારને મળ્યા

મોહન સિંહે મોહમ્મદને તેમના 92 વર્ષીય કાકા સર્વન સિંહ વિશે જણાવ્યું. સર્વન સિંહ ભારતીય પંજાબના જલંધર જિલ્લાથી 25 કિમી દૂર ભાઉદ્દીનપુરમાં રહે છે

Top Stories India
9 10 ભાગલાના 75 વર્ષ બાદ 92 વર્ષીય સર્વન પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવારને મળ્યા

દેશના વિભાજન દરમિયાન કોમી રમખાણોમાં પંજાબના 92 વર્ષીય સરવન સિંહે તેમના પરિવારના 22 સભ્યો ગુમાવ્યા હતા. સોમવારે, તેઓ તેમના ભત્રીજા મોહન સિંહને મળ્યા, જેઓ 75 વર્ષ પહેલાં અલગ થઈ ગયા હતા, જેઓ હાલમાં પાકિસ્તાનમાં મુસ્લિમ પરિવાર સાથે રહે છે અને હવે અબ્દુલ ખાલિક તરીકે ઓળખાય છે. તેઓ મોહનને લાહોરથી લગભગ 130 કિમી દૂર નારોવાલના ઐતિહાસિક કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાન ભત્રીજાને ગળે લગાવી દીધા. અહીં બંને પરિવારના લોકો હાજર હતા.

એકબીજાના ગળે વળગીને રડતા રહ્યાં

ખાલિકના સંબંધી મુહમ્મદ નઈમે કરતારપુર કોરિડોરથી પરત ફરતી વખતે ફોન પર ન્યૂઝ એજન્સીને જણાવ્યું, “ખાલિક સાહેબે તેમના કાકાના પગને સ્પર્શ કર્યો અને ઘણા સમય સુધી બંને એકબીજાના ગળે વળગીને રડતા રહ્યાં. સાથે જ બંનેએ પોતપોતાની જૂની યાદો અને પોતપોતાના દેશોમાં રહેવાની રીત એક બીજા સાથે શેર કરી હતી.

આ દરમિયાન સરવન સિંહ અને ખાલિક બંનેએ સફેદ કુર્તા પાયજામા અને કાળી પાઘડી પહેરી હતી જયારે ખાલિકે સફેદ પાઘડી પહેરી હતી. વર્ષો પછી, બંને મળ્યા ત્યારે તેમના સંબંધીઓએ તેમને માળા પહેરાવી અને તેમના પર ગુલાબની વર્ષા કરી.

સરવન સિંહ ભત્રીજા સાથે રહેવા આવી શકે છે

ખાલિકના સંબંધી જાવેદે કહ્યું કે, “અમે અમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી પરંતુ 75 વર્ષ પછી ફરી મળીએ છીએ તે ભગવાનનો આશીર્વાદ છે.” સરવન સિંહ લાંબા સમય સુધી તેમના ભત્રીજા સાથે રહેવા માટે વિઝા મેળવ્યા બાદ પાકિસ્તાન આવી શકે છે.

યુટ્યુબર્સની મદદથી કાકા-ભત્રીજા મળ્યા

ભારત અને પાકિસ્તાનના બે યુટ્યુબર્સે 75 વર્ષ પછી બંનેને ફરી એક કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જંડિયાલાના એક યુટ્યુબરે વિભાજનની ઘણી સ્ટોરીનું દસ્તાવેજીકરણ કર્યું હતું અને થોડા મહિના પહેલા તે સર્વનને મળ્યો હતો અને તેની યુટ્યુબ ચેનલ પર તેમની જીવનકથાનો વિડિયો પોસ્ટ કર્યો હતો. સરહદ પાર કરતી વખતે, એક પાકિસ્તાની યુટ્યુબરે ખાલિકની સ્ટોરી સંભળાવી જે વિભાજન સમયે તેમના પરિવારથી અલગ થઈ ગયો હતો. સંજોગવશાત, ઓસ્ટ્રેલિયામાં રહેતા પંજાબ મૂળના એક વ્યક્તિએ બંને વીડિયો જોયા અને સંબંધીઓને ફરી મળવામાં મદદ કરી.

ચિહ્નો દ્ધારા કરી ઓળખ

ભારતના જલંધરના રહેવાસી પરવિંદરે જણાવ્યું કે વિભાજન સમયે મોહન લગભગ છ વર્ષનો હતો. પરવિન્દરે કહ્યું કે એક વીડિયોમાં સરવને તેના ગુમ થયેલા ભત્રીજાના ઓળખ ચિહ્નોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેના એક હાથ પર બે અંગૂઠા છે અને એક જાંઘ પર મોટો તલ છે. બીજી તરફ, પાકિસ્તાની યુટ્યુબર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ખાલિક વિશે પણ આવી જ વાતો શેર કરવામાં આવી હતી.

બાદમાં ઓસ્ટ્રેલિયાની વ્યક્તિ ભારત અને પાકિસ્તાનમાં રહેતા બંને પરિવારોનો સંપર્ક કર્યો હતો. પરવિન્દરે કહ્યું કે દાદાએ ખાલિકને તેના નિશાનથી ઓળખ્યો.

પાકિસ્તાનમાં મુસ્લિમ પરિવાર દ્વારા  ઉછેર

નોંધનીય છે કે સરવાનનો પરિવાર ચક 37 ગામમાં રહેતો હતો, જે હવે પાકિસ્તાનમાં છે અને ભાગલા સમયે સાંપ્રદાયિક હિંસામાં તેમના પરિવારના 22 સભ્યો માર્યા ગયા હતા. સરવાન અને પરિવારના અન્ય સભ્યો ભારત આવવામાં સફળ રહ્યા હતા, પરંતુ ખાલિકને ત્યાં જ  રહી ગયો હતો. જે હિંસામાંથી બચી ગયો હતો અને બાદમાં પાકિસ્તાનમાં મુસ્લિમ પરિવાર દ્વારા તેનો ઉછેર થયો હતો.

સરવન, જે તેના પુત્ર સાથે કેનેડામાં રહેતો હતો, કોવિડ-19ના કારણે જલંધર નજીકના સંધમાન ગામમાં તેમની પુત્રીના ઘરે જ  રોકાઇ ગયા હતા.