soldiers: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાનું એક વાહન ખીણમાં પડતાં એક અધિકારી સહિત ત્રણ જવાનોના મોત થયા છે. ઘટના મચ્છલ સેક્ટરની છે જ્યારે પેટ્રોલિંગ દરમિયાન સેનાના વાહન પર બરફ પડ્યો અને ખાઇમાં પડી ગયું હતું.
Incident #ChinarWarriors in #Machhal Sector. During a regular op task in forward area, a party of 01 JCO & 02 OR slipped into a deep gorge, when snow on the track gave way. Mortal remains of all the three #bravehearts have been retrieved. Further details follow.@NorthernComd_IA pic.twitter.com/AjULhI33Ne
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) January 11, 2023
સેના તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોરવર્ડ એરિયામાં નિયમિત ઓપરેશનલ કામ દરમિયાન ટ્રેક પર બરફ પડ્યો હતો જેના કારણે 1 જેસીઓ અને 2 જવાનોની ટીમ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બીજી તરફ, માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ખાઇમાંથી બહાર કાઢ્યા હતા.આ ઘટના વિશે માહિતી આપતા શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે લખ્યું, “રૂટિન ઓપરેશન ટાસ્ક દરમિયાન, એક JCO અને બે ORsની ટીમ ઊંડી ખીણમાં પડી ગઈ.” સેનાએ કહ્યું કે ત્રણેય જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
આ દિવસોમાં મચ્છલ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કેટલાક ભાગોમાં એક ફૂટ સુધી બરફ જમા થયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લેશિયર તૂટવાને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઘટના મચ્છલ સેક્ટરમાં પણ બની હતી. પેટ્રોલિંગ દરમિયાન તેમના પર બરફનો પહાડ પડ્યો, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા. જ્યારે અનેક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.
