advance booking/ વિવાદ બાદ પઠાણ ફિલ્મે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડયા,જાણો

વિવાદના લીધે  પઠાણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સારૂ પ્રદર્શન કરી રહી છે, આ ફિલ્મે એડવાન્સ બુકિંગ મામલે રેકોર્ડ કર્યો છે

Top Stories Entertainment
Pathan movie

Pathan movie:  બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ પડદા પર પરત ફરી રહ્યો છે,પરતું પઠાણ ફિલ્મના ગીત બેશર્મના લીધે વિવાદ ખુબ વધ્યો હતો જેના લીધે  ફિલ્મને બાયકોટ  કરવાની માંગ ઉઠી રહી હતી હાલ આ મામલે  પોલીસ એલર્ટ છે.  આ ફિલ્મમાં શાહરૂખ એકશન કરતો જોવા મળશે નવી ટેકનોલોજી સાથે આ ફિલ્મ દમદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર લોકોને ખુબ પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મના ગીતો પણ ખુબ કર્ણપ્રિય છે. ચાહકોને પસંદ આવ્યા છે. આ ફિલ્મમાં વિવાદ વધતા સૌ કોઇની નજર પઠાણ ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશન પર છે. એવામાં એક મોટા સમાચાર એડવાન્સ બુકિંગને લઇને સામે આવ્યા છે.

વિવાદના લીધે  પઠાણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ સારૂ પ્રદર્શન કરી રહી છે, આ ફિલ્મે એડવાન્સ બુકિંગ મામલે રેકોર્ડ કર્યો છે અહેવાલો જણાવે છે કે ‘પઠાણ’ના ઓપનિંગ વીકએન્ડ માટે એડવાન્સ બુકિંગ ખૂબ જોરશોરથી થઈ ગયું છે. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ‘પઠાણ’એ ગયા વર્ષની સૌથી મોટી બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે KGF 2 જેવી મોટી ફિલ્મોને પડકાર આપી રહી છે.

પઠાણ’ના પહેલા વીકએન્ડ માટે એડવાન્સ બુકિંગ કલેક્શન 50 કરોડને પાર કરી ગયું છે. Sacnilkના ડેટા અનુસાર, ‘પઠાણ’એ પહેલા દિવસે જ એડવાન્સ બુકિંગથી 50 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે બુધવાર માટે ફિલ્મે બુકિંગથી 24 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જ્યારે ગુરુવાર માટે આ આંકડો 13.38 કરોડ છે અને આગામી દિવસોમાં તે 13.92 કરોડ છે.

બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, ‘પઠાણ’ની 8 લાખ ટિકિટો માત્ર પહેલા જ દિવસે એડવાન્સથી વેચાઈ ગઈ છે. તેમાંથી 4.19 લાખ ટિકિટો માત્ર ત્રણ નેશનલ સિનેમા ચેઈન – પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં જ બુક થઈ છે. નેશનલ ચેઈન્સમાં બોલિવૂડની કોઈપણ ફિલ્મનું આ સૌથી મોટું બુકિંગ છે. આ પહેલા આ રેકોર્ડ રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘વોર’ના નામે હતો, જેણે પ્રથમ દિવસે નેશનલ ચેઈન્સમાં 4.10 લાખ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

ઓપનિંગ વીકએન્ડ માટે એડવાન્સ કલેક્શનના મામલામાં ‘પઠાણ’ બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે 5 દિવસના લાંબા વીકએન્ડમાં 50 કરોડથી વધુની એડવાન્સ ગ્રોસ પહેલેથી જ કલેક્શન કરી લીધી છે. અગાઉ આ રેકોર્ડ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘વોર’ના નામે હતો, જેણે 2019માં તેના ઓપનિંગ વીકએન્ડમાં લગભગ 42 કરોડનું એડવાન્સ ગ્રોસ કલેક્શન કર્યું હતું

એડવાન્સ બુકિંગથી જ પહેલા દિવસે 24 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ‘પઠાણ’ વધુ એક મોટો રેકોર્ડ તોડવા જઈ રહી છે. એડવાન્સ બુકિંગ ગ્રોસના મામલામાં રિતિક રોશનની ‘વોર’ બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ છે. પહેલા દિવસના એડવાન્સ બુકિંગથી ફિલ્મે 26.90 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. મંગળવાર રાત સુધીમાં ‘પઠાણ’ આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી શકે છે. જો ચાહકો આ રીતે દિવાના રહેશે તો આ રેકોર્ડ પણ તૂટી શકે છે.

Bollywood/નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પોલીસ પ્રશાસન પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- શું મને આ રીતે ન્યાય મળશે!