અમદાવાદ/ AMC ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે, ઘરે-ઘરે કરવામાં આવશે વિતરણ

હેલ્થ કમિટીએ સ્વચ્છતા પર ભાર મુકવા માટે ડસ્ટબીન ઘરે-ઘરે વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. ટેક્સ  ન ભરનારા નાગરિકોના ઘરે પણ ડસ્ટબીન આપવામા આવશે.

Top Stories Ahmedabad Gujarat
ડસ્ટબીનનું AMC ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે, ઘરે-ઘરે કરવામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીએકવાર શહેરને સ્વચ્છ રાખવા માટે ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે. કોર્પોરેશન દ્વારા શહેરમાં 32 લાખ જેટલી ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવશે. જેની પાછળ કોર્પોરેશન અંદાજે રૂપિયા 12 કરોડથી વધુનો ખર્ચ કરશે.

ડસ્ટબીનનું AMC ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે, ઘરે-ઘરે કરવામાં

અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો ધ્યેય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરો ભેગો કરવા ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબીન પાછળ રૂપિયા 12 કરોડથી વધુનો ખર્ચ કરશે. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના 16.5 લાખ ઘરોમાં 32 લાખ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવશે. સુકો અને ભીનો કચરો નાંખવા માટે 2 ડસ્ટબીન અપાશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ હેલ્થ કમિટીએ સ્વચ્છતા પર ભાર મુકવા માટે ડસ્ટબીન ઘરે-ઘરે વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. ટેક્સ  ન ભરનારા નાગરિકોના ઘરે પણ ડસ્ટબીન આપવામા આવશે.

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ પણ ડસ્ટબીન પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શહેરને સ્વચ્છ કરવા ફરીએકવાર ડસ્ટબીન વિતરણ કરવામાં આવશે.

ડસ્ટબીનનું AMC ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે, ઘરે-ઘરે કરવામાં

છેલ્લા ત્રણ વર્ષમા અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ 2016માં અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં 14માં સ્થાન પર હતું.  2017માં પણ આ ક્રમ જાળવતા અમદાવાદ 14માં સ્થાને હતું.  2018માં અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં 12મા સ્થાન પર હતું. વર્ષ 2019માં અમદાવાદ છઠ્ઠા સ્થાને હતું.  તે વર્ષ 2021માં પાછળ ધકેલાઇને 10 સ્થાને પહોંચી ગયું છે.

સ્વચ્છતાનો મુદ્દો અમદાવાદ શહેર માટે ઘણો મહત્વનો છે કારણકે વર્ષ 1917 અને 1919 દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ડોક્ટર હરિપ્રસાદ દેસાઈ સાથે મળીને શહેરના કોટ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ઘણા લાંબા સમય સુધી ચાલ્યુ હતું. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા અને અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના માટે પહોંચ્યા ત્યારે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ગુજરાત / ગિજુભાઇ બધેકાની સ્મૃતિમાં આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવાશે : જીતુ વઘાણી

World / તાલિબાન કરશે ગાંજાની ખેતી, ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કરારનો દાવો