winter special/ શિયાળામાં આ રીતે ઘરે બનાવો કાળા તલની સાની, નોંધીલો રેસીપી

કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.

Food Lifestyle
Untitled 304 6 શિયાળામાં આ રીતે ઘરે બનાવો કાળા તલની સાની, નોંધીલો રેસીપી

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.

જરૂરી સામગ્રી

2 ચમચી – ઘી
1/2 બાઉલ – ગોળ
1 બાઉલ – કાળા તલ
5-6 નંગ – ખજૂર
1 ચમચી – સૂંઠ
1 ચમચી – ગંઠોડા પાવડર
1 ચમચી – મગજતરીની બી
1 ચમચી – ખસખસ
2 ચમચી – સૂકા ટોપરાનું છીણ
2 ચમચી – સૂકા મેવાનો પાવડર

Untitled 304 7 શિયાળામાં આ રીતે ઘરે બનાવો કાળા તલની સાની, નોંધીલો રેસીપી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં વાટકી ગોળ ઉમેરી શેકી લો .

ગોળ ઓગળે એટલો જ ગરમ કરો ગેસ બંધ કરી દો. હવે એમાંવાટકી અધકચરા પીસેલા કાળા તલ ઉમેરો. ત્યારબાદ તેમાં 5-6 ખજૂરના ઝીણા ટૂકડા નાંખો અને સૂંઠ, ગંઠોડા પાવડર, મગજતરી ના બી, ખસખસ, સૂકા કોપરાનું છીણ, સૂકામેવાનો પાવડર ઉમેરી મિક્સ કરો. ગેસ ચાલુ કરો અને થોડી વાર શેકી લો. હવે થાળી મા ઠારી દો. ઉપરથી મગજતરી, ખસખસથી સજાવી લો.