Not Set/ માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ આ કારણોસર પણ ખાવી જોઈએ,  જાણો તેના ફાયદા

કેરીમાં ઘણા વિટામિન અને ખનીજ જોવા મળે છે, જે કોલોન કેન્સર, હૃદય રોગ સામે રક્ષણ આપે છે અને પાચક સિસ્ટમ, ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

Food Trending Lifestyle
mango માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ આ કારણોસર પણ ખાવી જોઈએ,  જાણો તેના ફાયદા

ઉનાળાની ઋતુનું બેસ્ટ ફળ એટલે ફળોનો રાજા કેરી. સ્વાદિષ્ટ અને સુગંધિત કેરી એ તમામ ઉંમરના લોકોની પહેલી પસંદગી છે. આ એક એવું ફળ છે જે ગમેવ તેટલું ખાવ પણ મન ધરતું જ નથી. બાળકો, વૃદ્ધ અને યુવાન આ ઉનાળાના ફળનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણ માં કરે છે. તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે. નિષ્ણાતોના મતે કેરીમાં ઘણા વિટામિન અને ખનીજ જોવા મળે છે, જે કોલોન કેન્સર, હૃદય રોગ સામે રક્ષણ આપે છે અને પાચક સિસ્ટમ, ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

How to Ripen a Mango (4 Easy Ways) - Insanely Good

ગર્ભાવસ્થામાં યોગ્ય – કેરી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. ડોકટરો વિટામિન અને આયર્ન ગોળીઓનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે, જ્યારે કેરી પણ પૂરક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

Ripe mango Images, Royalty-free Stock Ripe mango Photos & Pictures |  Depositphotos

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે – કેરી પ્રતિરક્ષા વધારનારા પોષક તત્ત્વોનો સ્રોત છે. 165 ગ્રામ કેરી એટલે કે એક કપ તમારા દૈનિક વિટામિન એ નો 10 ટકા પૂરું પાડે છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન એ આવશ્યક છે કારણ કે તે ચેપ સામે લડે છે. અપૂરતા વિટામિન એ ચેપનું જોખમ વધારે છે.

In this mango season, here is how you can identify chemical-ripened mangoes  - OrissaPOST

આંખને સુરક્ષિત કરે છે – કેરીમાં પોષક તત્વો ભરેલા હોય છે જે સ્વસ્થ આંખોને ટેકો આપવા માટે મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ લ્યુટિન અને ઝેક્સન્થિન શામેલ છે. આ આંખના રેટિનામાં જમા થાય છે. લ્યુટિન અને ઝેકસન્થિન વધારે પ્રકાશને શોષીને રેટિનાની અંદર કુદરતી સન બ્લોકર તરીકે કાર્ય કરે છે. તે સિવાય તે સૂર્યપ્રકાશમાં રહેલા હાનિકારક વાદળી પ્રકાશથી આંખોનું રક્ષણ કરે છે. વિટામિન એનો સારો સ્રોત હોવાથી કેરી આંખના સ્વાસ્થ્યને ટેકો આપે છે.

Premium Photo | Ripe mango isolated

કેન્સરનું જોખમ ઘટાડે છે – કેરીમાં પોલિફેનોલ વધુ પ્રમાણમાં હોય છે, જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. પોલિફેનોલ્સ ઓક્સિડેટીવ તાણ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે, જે ઘણા પ્રકારના કેન્સર સાથે સંકળાયેલું છે. કેરીમાં મુખ્ય પોલિફેનોલ, મંગિફેરાએ તાજેતરમાં તેની કેન્સર વિરોધી અસર માટે ધ્યાન આકર્ષિત કર્યું છે. પ્રાણી પરીક્ષણોમાં, તે બળતરા ઘટાડ્યો છે, કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે અથવા તેને મારી નાખે છે.