Not Set/ જાણો, શું હોય છે MSP ? અને તેણે કેવી રીતે કરાય છે લાગુ

 નવી દિલ્હી, મંગળવારે મળેલી મોદી સરકારની કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા તેઓના પાકની સમર્થન કિંમતમાં ૨૦૦ રૂપિયાનો વધારો કરી દીધો છે. ગયા વર્ષે સામાન્ય ગ્રેડના પાકની MSP ૧૫૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. ત્યારે હવે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ૨૦૦ રૂપિયાનો વધારો એ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. મોદી સરકારનો આ નિર્ણય […]

India Trending
903925656 PaddyMSPHike 6 જાણો, શું હોય છે MSP ? અને તેણે કેવી રીતે કરાય છે લાગુ

 નવી દિલ્હી,

મંગળવારે મળેલી મોદી સરકારની કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા તેઓના પાકની સમર્થન કિંમતમાં ૨૦૦ રૂપિયાનો વધારો કરી દીધો છે.

ગયા વર્ષે સામાન્ય ગ્રેડના પાકની MSP ૧૫૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. ત્યારે હવે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ૨૦૦ રૂપિયાનો વધારો એ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.

મોદી સરકારનો આ નિર્ણય બાદ સીધી રીતે જ તેનો ફાયદો  હરિયાણાઉત્તર પ્રદેશપંજાબમહારષ્ટ્રગુજરાત સહિત ઘણા પ્રદેશોમાં સીધી અસર દેખાશે.

શું હોય છે MSP ? (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ)

દેશભરના ખેડૂતોને પોતાની પેદાશોના પોષણક્ષમ ભાવ માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ આપવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

જયારે ખેત પેદાશોના ભાવ ઘટી જાય છે ત્યારે સરકાર નક્કી કરાયેલા MSP મુલ્ય પર જ ખેડૂતોની પેદાશો ખરીદી શકે. આ MSP મુલ્ય દ્વારા સરકાર ખેડૂતોના નુકશાનની ભરપાઈ કરવાની કોશિશ કરતા હોય છે.

હાલમાં MSPમાં આ ખેતપેદાશો શામેલ છે :

અનાજ : ઘઉં, જવ, જુવાર, બાજરી, મકાઈ

દાળ : ચણા, તુવેર, મગ, મસુર, અડદ

તેલીબિયાં : મગફળી, સરસો, સોયાબીન, સુરજમુખી, સીસમ, કપાસ, શિરડી, તમાકું, નારિયેળ,

કેવી રીતે નક્કી થાય છે MSPનું મુલ્ય :

ભારત સરકારના કમીશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈઝ (CACP) દ્વારા કેટલીક પાકની રોપણી પહેલા જ તેનું સમર્થન મુલ્યની ઘોષણા કરવામાં આવતી હોય છે.

આ મુલ્ય દ્વારા ખેડૂતોને નિશ્ચિત કરવામાં આવી શકે કે, બજારમાં તેઓના પાકની કિંમત ઘટ્યા બાદ પણ સરકાર તેઓને પેદાશોનું ઓછામાં ઓછામાં મુલ્ય આપશે.

આ મુલ્યોના આધારે નક્કી થાય છે MSP :

ખેત ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થયો છે.

પાકના ઈનપુટ મૂલ્યમાં કેટલું પરિવર્તન આવ્યું છે.

બજારમાં હાલની કિંમતોનું શું વલણ છે.

માંગ અને આપૂર્તિની સ્થિતિ શું છે.

પેદાશોના આંતરરાષ્ટ્રીય ,મુલ્યની સ્થિતિ

આ ઉપરાંત CACPના સ્થાનીય, જિલ્લા, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે પેદાશોના મૂલ્યનું વલણ લીધા બાદ પણ ,મુલ્ય નક્કી કરાતું હોય છે.