55 વર્ષીય બોબી દેઓલે ફિલ્મ ‘ એનિમલ’ થી કમબેક થયા છે. ત્યાર બાદ ચેમના ચાહકો એમ કઇ રહ્યા છે કે કમબેક હોય તો આવુ. આ દિવસોમાં તેમના ફિલ્મોની લાંબી લાઇન લાગી છે. માત્ર બોલિવુડ જ નહી પણ સાઉથની ફિલ્મોમાં પણ તે જોવા મળશે. યશરાજની ફિલ્મ્સની સ્પાઇ થ્રિલરમાં આલિયા ભટ્ટની સાથે વિલનના રોલમાં બોબી દેઓલ જોવા મળશે. ત્યારે અનુરાગ કશ્યપના આગલા પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યો છે.
હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પીપિંગ મૂનના અહેવાલ મુજબ બોબી અને અનુરાગે એક પ્રોજેક્ટ માટે સહયોગ કર્યો છે. ફિલ્મની સ્ટોરી બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાયેલા એક વ્યક્તિની છે. તે એક સત્ય ઘટના પર આધારિત છે જેના આધારે પુસ્તક પણ પ્રકાશિત થવાનું છે. અન્ય બે લેખકો અનુરાગ કશ્યપ સાથે તેની સ્ટોરી પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટને લઈને અનુરાગ અને બોબી ઘણા સમયથી ચર્ચામાં હતા. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી મુંબઈમાં શરૂ થઈ શકે છે.
બોબી અને અનુરાગ આ પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે. 2017માં બંનેએ સાથે કામ કરવાની ચર્ચા કરી હતી. આખરે હવે એ તક આવી છે જ્યારે અનુરાગે આ સ્ક્રિપ્ટ આગળ મૂકી છે.
આ વર્ષે બોબીના ભરચક શેડ્યૂલમાં આ પ્રોજેક્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. તે આર્યન ખાનની ડેબ્યૂ વેબ સિરીઝ ‘સ્ટારડમ’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે કુણાલ કોહલીની ‘દેશી શેરલોક’ અને અબ્બાસ-મસ્તાનની થ્રિલર ‘પેન્ટહાઉસ’ પણ છે.
આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા
આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી
આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!