Entertainment/ લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

સુભા અને વિભવની મુલાકાત વર્ષ 2019માં વેબ સીરિઝ ‘પ્યાર ઈશ્ક રેન્ટ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ પછી તેઓ મિત્રો બન્યા અને એક વર્ષ પછી જ ડેટિંગ……..

Entertainment
Beginners guide to 2024 04 07T185718.172 લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

Entertainment News: ‘શિવ શક્તિ – તપ તાંડવ ત્યાગ’માં દેવીના રૂપમાં જોવા મળેલી અભિનેત્રી સુભા રાજપૂત હાલમાં તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં જોવા મળી છે. સુભા રાજપૂતને લઈને એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે અભિનેત્રીએ વિભવ રોય સાથે સગાઈ તોડી નાખી છે. ત્રણ વર્ષના અફેર પછી સુભા અને વૈભવની 25 ડિસેમ્બર, 2022ના રોજ સગાઈ થઈ હતી. પરંતુ કમનસીબે, સગાઈના 2 વર્ષ પછી, બંને અલગ થઈ ગયા. બંનેએ તેમની સગાઈ તોડી નાખી છે. એટલું જ નહીં બંનેએ સોશિયલ મીડિયા પરથી તેમની સગાઈના ફોટા પણ ડિલીટ કરી દીધા છે.

સુભા અને વિભવની મુલાકાત વર્ષ 2019માં વેબ સીરિઝ ‘પ્યાર ઈશ્ક રેન્ટ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ પછી તેઓ મિત્રો બન્યા અને એક વર્ષ પછી જ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ પછી બંનેએ ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. પરંતુ હવે તેમનો સંબંધ તૂટી ગયો છે. આ કપલની સગાઈ તૂટવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે બંનેએ સહસંમતિથી સગાઈ તોડવાનો નિર્ણય લીધો છે.

તેમના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સુભા રાજપૂતે ઘણા ટી.વી. શોમાં કામ કર્યું છે. તે ‘ઈશ્કબાઝ’, ‘બેકાબૂ’, ‘દિલ બોલે ઓબેરોય’ જેવા ઘણા શોમાં જોવા મળી છે. વિભવે ‘ડોલી અરમાઓ કી’, ‘મેરી સાસ ભૂત હૈ’, ‘ગુસ્તાક દિલ’, ‘કુછ તો હૈ તેરે મેરે ડર્મિયાં’ વગેરેમાં કામ કર્યું છે. ટીવી શો સિવાય વિભવ ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેણે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’માં પણ કામ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Siddharth-Aditi Rao Wedding/અદિતિ રાવ હૈદરી સાથેની સગાઈ પર સિદ્ધાર્થે પહેલીવાર વાત કરી, કહ્યું ક્યારે થશે લગ્ન?

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!