Not Set/ એક જટકે બિગ બોસ 11ના ઘરથી બહાર નીકળેલી ઢીંચાક પૂજાને મડ્યો બીજો ચાન્સ, જાણો તેના વિષે

ઢીંચાક પૂજા બિગ બોસના ઘરથી બહાર થઈ જવાને કારણે તેના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર જાણવામાં આવ્યા છે કે ઢીંચાક પૂજાના ફેન્સના ચહેરા પર ફરીથી ખુશી દેખાશે. બિગ બોસ 11 પછી યુટ્યુબ સ્ટારને બીજો ચાન્સ મળ્યો છે જેનાથી ઢીંચાક પૂજાના ફેન્સ તેને હવે ટીવી પર જોઈ શકશે. સમાચાર અનુસાર ઢીંચાક પૂજાને […]

Entertainment
news16.11.17 2 એક જટકે બિગ બોસ 11ના ઘરથી બહાર નીકળેલી ઢીંચાક પૂજાને મડ્યો બીજો ચાન્સ, જાણો તેના વિષે

ઢીંચાક પૂજા બિગ બોસના ઘરથી બહાર થઈ જવાને કારણે તેના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર જાણવામાં આવ્યા છે કે ઢીંચાક પૂજાના ફેન્સના ચહેરા પર ફરીથી ખુશી દેખાશે. બિગ બોસ 11 પછી યુટ્યુબ સ્ટારને બીજો ચાન્સ મળ્યો છે જેનાથી ઢીંચાક પૂજાના ફેન્સ તેને હવે ટીવી પર જોઈ શકશે. સમાચાર અનુસાર ઢીંચાક પૂજાને ટીવી શો “એન્ટરટેઇનમેન્ટ કી રાત” માટે સાઈન કરવામાં આવી છે. આ પણ એક રિયાલીટી શો છે જેમાં સેલિબ્રિટીઓ આવશે અને ખુબ આનંદ માણશે. તેના પ્રોમોમાં આરજે મલિશકા, ક્રિકેટર હરભજનસિંહની સાથે મજાક કરતી દેખાય છે. એટલું જ નહીં, રવિ દુબે અને આદિત્ય નારાયણ સાથે પણ એક બીજાની મશ્કરી કરતા જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શોના નિર્માતાઓનું માનવું છે કે “એન્ટરટેઇનમેન્ટ કી રાત” માટે ઢીંચાક પૂજા એક પરફેક્ટ ચોઈસ છે કારણ કે તેનામાં એ વાત છે જે શૉ માટે જરૂરી છે. પૂજાએ શો માટે તેની મંજૂરી આપી દીધી છે અને તે ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે. પૂજાએ બિગ બોસની એક નાની ઇનિંગમાં તેનો મોટો હાથ બતાવ્યો હતો. ઢીંચાક પૂજા દર્શાવે છે કે તે મનોરંજક છે કેમકે બિગ બોસે તેને ગીત બનાવવાનું કાર્ય આપ્યું હતું જે તેણે ખુબ સારી રીતે નિભાવ્યું પણ હતું.