Not Set/ ગૌશાળા મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ચૈતન્ય શંભુ મહારાજને ગાયને લઇને સમર્થન આપવાની કરી માંગ

અમદાવાદ, ગુજરાતમાં ગાયો માટે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના કાર્યકરો શનિવારે અહીં ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજના ઘરે પહોંચ્યા હતા. બંને સંગઠનો દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં રહેલી ગાયો માટે પુરતો ઘાસચારો અને પીવાના પાણીની માંગ સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. સાથે જ ગૌચરની જમીન ગાયો માટે કબ્જેદારો પાસેથી પરત […]

Ahmedabad Gujarat Trending
aaaasaaa ગૌશાળા મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ચૈતન્ય શંભુ મહારાજને ગાયને લઇને સમર્થન આપવાની કરી માંગ

અમદાવાદ,

ગુજરાતમાં ગાયો માટે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના કાર્યકરો શનિવારે અહીં ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજના ઘરે પહોંચ્યા હતા. બંને સંગઠનો દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં રહેલી ગાયો માટે પુરતો ઘાસચારો અને પીવાના પાણીની માંગ સાથે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે.

સાથે જ ગૌચરની જમીન ગાયો માટે કબ્જેદારો પાસેથી પરત મેળવી આપવાની પણ માંગણી કરવામાં આવી રહી છે ત્યારે આ સંગઠનોના કાર્યકરો ગાયને સાથે રાખીને તેમના આંદોલનને ટેકો આપવાની વિનંતી કરવા માટે ચૈતન્ય શંભુ મહારાજના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ચૈતન્ય શંભુ મહારાજે તેમની યોગ્ય માંગણીઓ બાબતે સરકાર સમક્ષ રજુઆત કરવાની ખાતરી આપી હતી.

ચૈતન્ય શંભુ મહારાજ કહ્યું કે મને પહેલીએ વાતનો આનંદ છે આઝાદીના આટલા વર્ષો પછી કોગ્રેસને ગાય યાદ આવી છે. બીજુ કે બનાસકાંઠાના આ પ્રશ્ન ઉભો થયો અને મને ઉપવાસ માટે જોડાવાની વાત કરી પણ મને આનંદ ત્યારે થાત કે જયારે કેરાલામાં ગાયને કાપી અને તેની શોભાયાત્રા પણ કાઢી અને હું બે દિવસના ઉપોવાસ પર પણ બેઠો જેમાં કોઈ પણ રાજકરણ નહતું.

હું ગાંધી અને ગાયને લઈને બેઠો તે સમયે આ ઠાકોર સેના આવી હોતતો મને આનંદ થાત. ત્યારે તેમણે એવું લાગ્યું કે કોંગ્રેસ સામે મારું આંદોલન છે અને તે લોકો નહોતા આવ્યા. બીજું કે કોઈ પણ સમાજનું સંગઠન હોઈ શકે અને દરેક સમાજનું સંગઠન હોય જ છે. પરંતુ સમાજનું સંગઠન સમાજના હિત માટે હોવું જોઈએ. પોતાના સ્વાર્થ સાધવા માટે સમાજનો ઉપયોગ કરવો સમાજની સીડી બનાવીને સત્તા પર બેસી જવું એ સમાજનું સંગઠન નથી. ઠાકોર સમાજ માટે મને માન અને સમ્માનની લાગણી છે.

dadad ગૌશાળા મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ચૈતન્ય શંભુ મહારાજને ગાયને લઇને સમર્થન આપવાની કરી માંગ

સરકાર તરફથી કોઈ સહાય ન મળવાના કારણે ગૌશાળાઓની સ્થિતિ ખુબજ દયનીય

બનાસકાંઠાની 97 ગૌશાળાઓમાં છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી કોઈ સહાય ન મળવાના કારણે ગૌશાળાઓની સ્થિતિ ખુબજ દયનીય થતા અને સરકાર પાસે સહાય માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા શુક્રવારના દિવસે ગૌશાળાના સંચાલકો દ્વારા ડિસાની સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકવાની ચીમકી આપ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગૌશાળાના સંચાલકો સાથે ડીસાના એસડીએમ અને ધારાસભ્યએ બેઠક કરીને 2 દિવસમાં નિર્ણય કરવાની વાત કરતા ગાયો છોડવાનું મોકૂફ રખાયું હતું જે અનુસંધાને આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં ગૌશાળાના સંચાલકોની બેઠક રખાઈ હતી જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ કલેક્ટરે આ બેઠક સફળ રહી હોવાનું કહ્યું હતું.

નીતિન પટેલે નિવેદન આપ્યું હતું

બનાસકાંઠાના ડીસામાં ગૌશાળામાંથી ગાયો છોડી મૂકવાના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે ગાયોને ગૌશાળામાંથી છોડી મૂકવી અયોગ્ય છે. આ મામલે સંચાલકોએ મુખ્યમંત્રીને મળીને તેમની રજૂઆત કરવી જોઈએ અને રાજ્ય સરકાર પાંજરાપોળને મદદ કરે છે. ઘાસચારા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે.

gaytri. ગૌશાળા મુદ્દે ઠાકોર સેનાનો વિરોધ, ચૈતન્ય શંભુ મહારાજને ગાયને લઇને સમર્થન આપવાની કરી માંગ

2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે

બનાસકાંઠાના જિલ્લા કલેકટરે કહ્યું કે ગૌશાળાને 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે. પાણી માટે સરકાર દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવશે. જાહેર માર્ગો પર પશુઓને મોટી સંખ્યામાં લઈ જઈ શકાશે નહીં. ગુજરાત પોલીસ એકટ અધિનિયમ 135,128 મુજબ કાર્યવાહી થશે. કાયદાનો ભંગ કરનાર ઈસમોની અટકાયત કરી કાર્યવાહી કરાશે, ગૌશાળાનાં સંચાલકોએ ગાયો કચેરી સુધી લઈ જવાની ચીમકી આપી હતી. ગૌશાળાનાં સંચાલકોની ચીમકીનાં પગલે અ્ગમચેતીનાં રુપે આ કાર્યવાહી કરી છે.