Ahmedabad/ જમાલપુરમાં જામ્યો રાજનીતિનો માહોલ, ભાજપ-કોંગ્રેસ અને AIMIM વચ્ચે થશે કાંટાની ટક્કર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં ધમધમાટ શરૂ થઇ ગયા છે.

Ahmedabad Gujarat
DANILIMDA 20 જમાલપુરમાં જામ્યો રાજનીતિનો માહોલ, ભાજપ-કોંગ્રેસ અને AIMIM વચ્ચે થશે કાંટાની ટક્કર
@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ  
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં ધમધમાટ શરૂ થઇ ગયા છે. અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં દર વખતે ચૂંટણીમાં નવું ટવીસ્ટ જોવા મળતું જ હોય છે. ભૂતકાળની જો વાત કરીએ તો આજથી થોડા વર્ષો પહેલા ધારાસભ્યની ચૂંટણી વખતે કૉંગેસ તરફથી સમીર ખાન પઠાણ ઉમેદવાર તરીકે ઉભા હતા. ત્યારે ભાજપમાંથી ભૂષણ ભટ્ટે પોતાની દાવેદારી નોંધાવી હતી. છિપા સમાજનાં અગ્રણી સાબિરભાઈ કાંબલીવાળાએ કૉંગેસમાંથી ટિકિટ માંગી હતી. જો કે ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી અને સમીર ખાન પઠાણને હરાવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું. પરિણામો જાહેર થયા બાદ ભૂષણ ભટ્ટ વિજેતા જાહેર થયાનાં સાથે જ કોંગેસનાં ગઢમાં ભાજપનું આગમન થયું હતું અને તે વખતે જમાલપુરમાં કોર્પોરેટર તરીકે ઇમરાન ભાઈ ખેડાવાળા કાર્યરત હતા.
બે બિલાડીની લડાઈમાં વાંદરાને લાભ થાય તેમ સાબિરભાઈ અને કોંગ્રેસની લડાઈનો સીધો લાભ ભાજપનાં ફાળે ગયો હતો. ત્યારથી જ સાબિરભાઈએ નક્કી કર્યું હતું કે, ફરીથી ચૂંટણીમાં ઉભા રહશે અને કૉંગેસને મુંહતોડ જવાબ આપશે. ત્યારબાદ જમાલપુર ખાડિયામાં ભૂષણ ભટ્ટની ટ્મ્સ પુરી થતા ફરીથી ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પણ એક મોટું ટવીસ્ટ આવ્યું હતું. ઇમરાન ખેડવાળા અને ભૂષણ ભટ્ટ વચ્ચે ખેલાયેલી રાજનીતિ જંગમાં ઇમરાન ખેડાવાળા બહુમતી સાથે જીતીને આવેલા અને ધારાસભ્યની ખુરશી ઉપર બિરાજમાન થયા હતા. મહત્વની વાત એ છે કે જમાલપુર ખાડીયાનાં પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલી વાળાએ કૉંગેસમાંથી બે-બે  વખત ટિકિટ માંગી હતી અને બંને વખતે તેમને ટિકિટ મળી નહતી. જેથી નિરાશ થયેલા સાબિરભાઈએ કૉંગેસથી છેડો ફાડીને હવે અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવ્યા છે.
ઓવૈશીની પાર્ટી aimim માં જૉડાતાની સાથે જ તેમને ગુજરાતના અઘ્યક્ષની ખુરશી ખુદ ઓવેશીએ આપી દીધી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા ઓવેસીના ટેકેદારો કામે લાગી ગયા છે. aimim માં ઉમેદવારી મેળવવા માટે ઘણા ખરા લોકોએ પોતાની ઈચ્છા દેખાડી છે. અને જમાલપુર વિસ્તાર કે જે કૉંગેસનો ગઢ માનવામાં આવે છે તેમાં ગાબડું પાડવા માટે aimim એ પોતાનો દબદબો જમાવાની કોશિશ શરૂ કરી દીધી છે. જમાલપુરમાં aimim ની સક્રિયતાને જોતા કોંગેસના દિગ્ગજ નેતા ઇમરાન ખેડાવાળા અને ગયાશુદીન શેખે તીખા વલણની સાથે જણાવ્યું હતું કે માત્ર કોંગેસના વોટ તોડવા માટે aimim  પાર્ટી ગુજરાતમાં આવી છે.અને આના પાછળ ભાજપનો આડકતરી રીતે હાથ છે.
કાઉન્ટર જવાબમાં aimim અઘ્યક્ષ સાબિર ભાઈએ આ વાતનું ખંડન  કરતા જણાવ્યું હતું કે , ગુજરાતમાં મુસ્લિમો અને દલિતોને કોઈ સાભતું નહતું. જેની ફરિયાદો aimim ને મળતી હતી. જેથી દલિતો અને મુસ્લિમોને મદદ કરવા અને તેમના વિસ્તારોમાં વિકાસના કાર્યો  કરવા માટે aimim ગુજરાતમાં આવી છે. aimim ના ગુજરાતમાં આગમન થવાથી અને ચૂંટણી લડવાથી જો કોંગ્રેસને નુકશાન થતું હોય તો તે તેમનો પ્રશ્ર્ન છે. પ્રજા જેને પસંદ કરશે તે પાર્ટીની જીત થશે.  આ વખતની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ખુબજ રસપ્રદ છે. કોંગ્રેસ પોતાની સીટો બચાવશે, aimim જનતા વચ્ચે પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરશે, અને  ગુજરાતમાંથી કૉંગેસને વાઈટ વૉશ કરવામાં ભાજપને સફળતા મળશે તેવું પિક્ચર અત્યારથી સાફ સાફ દેખાય રહ્યું છે. જોકે, કોનું નસીબ કામ કરશે ? કઈ પાર્ટીને કેટલો ફાયદો થશે ? કેટલું નુકશાન થશે ? તે જનતાના ફેંસલા ઉપર છે. અને જનતા શું ફેંસલોઃ લેશે તે આગામી પરિણામો ઉપરથી સ્પષ્ટ દેખાશે. શું જમાલપુરમાં ફરીથી કૉંગેસની સીટ આવશે?  કે પછી aimim કૉંગેસની બાજી બગાડશે ? કે ભાજપને જમાલપુરના રહીશો અપનાવશે ? તે તમામ સવાલો લોકોની અંદર અંદર ચાલી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો