કોમી એખલાસ/ કોમી એકતા દર્શન કરાવતા અહેસાનભાઈ, મહાદેવની પૂજા સાથે અદા કરે છે નમાજ

હિન્દુ ભાઈઓ પણ બધી દરગાહે જાય છે. તેમ મુસ્લિમો પણ મંદિરે જાય છે. કોઈના કહેવાથી આપણે અલગ ન પડીએ અને બધા એક થઈને રહી સાથે જિંદગી જીવીએ. અલ્લાહનો એક જ પેગામ છે કે બધાનું સારું કરો અને બધા માટે દુઆ કરો.

Top Stories Gujarat

રાજકોટના એક અનોખા મુસ્લિમ બિરાદર છે. જે કોમી એકતાના મસીહા તરીકે ઓળખાય છે. અહેસાનભાઈ ચૌહાણનો ધર્મ મુસ્લિમ છે, હાલ હિન્દુ ધર્મનો પાવન શ્રાવણ મહિનો છે. તો મુસ્લિમ ધર્મમાં પવિત્ર મહોરમ મહિનો ચાલી રહ્યો છે. પરંતુ અહેસાનભાઈ બન્ને ધર્મમાં રહે છે. આ કોમી એકતા દર્શન કરાવતા અહેસાનભાઈ હાલ તો બન્ને ધર્મ માટે મસીહા બન્યા છે.

  • રાજકોટમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો કિસ્સો
  • અહેસાનભાઇ મહાદેવની પૂજા અને નમાજ પઢે છે
  • રમઝાનમાં શ્રદ્ધાથી શ્રાવણના ઉપવાસ કરે છે

હાલ દેશમાં કેટલાક શખસો દ્વારા કોમી એકતાને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ રાજકોટના એક અનોખા મુસ્લિમ બિરાદર છે જે કોમી એકતાના મસીહા તરીકે ઓળખાય છે. અહેસાનભાઈ ચૌહાણનો ધર્મ મુસ્લિમ છે, હાલ હિન્દુ ધર્મનો પાવન શ્રાવણ મહિનો તો મુસ્લિમ ધર્મમાં પવિત્ર મહોરમ મહિનો ચાલી રહ્યો છે. પરંતુ અહેસાનભાઈ બન્ને ધર્મ રહે છે.આ કોમી એકતા દર્શન કરાવતા અહેસાનભાઈ હાલ તો બન્ને ધર્મ માટે મસીહા બન્યા છે.

ઉપરવાળા એક સમજે છે તો આપણે પણ સમજવું જોઇએ અહેસાન વજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અલ્લાહ અને ઉપરવાળા એક જ છે. બંન્ને ધર્મના તહેવાર સાથે જ છે. 12 વર્ષ પહેલા રમઝાન અને શ્રાવણ મહિનો સાથે હતો. આ વર્ષે મોહરમ અને શ્રાવણ મહિનો સાથે આવ્યો છે. ઉપરવાળા એક સમજે છે તો આપણે પણ સમજવું જોઇએ. હું દરગાહે દુઆ કરવા જાવ છું અને ભગવાન મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જાવ છું. અમારા ધર્મ દ્વારા છબિલ રાખવામાં આવી છે ત્યાં જઇને હું સેવા આપું છું અને ઇશ્વરિયા મંદિરે પણ ચાલીને આવી મહાદેવના દર્શન કરું છું. હું 31 વર્ષથી ઇશ્વરિયા મહાદેવ મંદિરે ચાલીને આવું છું.ઘણા બધાને તકલીફ હોય છે કે, કામ પૂરા થાય છે કે નહીં. આ તો કોમી એકતા માટે બધા ધર્મ એક છે. કોરોના આવ્યો ત્યારે બધા ધર્મના લોકો એક થઈ ગયા હતા. બધાને માતાજી તો પીર યાદ આવી ગયા હતા. કોઈનું લોહી લઈએ તો આપણે પૂછીએ છીએ કે કઈ જ્ઞાતિ કે ક્યાં ધર્મનો માણસ છે? આવી જ રીતે ડોક્ટરને પૂછીએ છીએ કે તમે ક્યાં ધર્મના છો? ક્યાંય ખાવા જઈએ તો રેકડીએ પૂછીએ છીએ કે હિન્દુની છે કે મુસલમાનની. જ્યારે આ બધુ આપણે એક રાખીએ તો ધર્મમાં શું કામ તફાવત રાખવો જોઈએ. બધા સાથે મળીને રહીએ અને એક થઇએ.

અહેસાનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ ભાઈઓ પણ બધી દરગાહે જાય છે. તેમ મુસ્લિમો પણ મંદિરે જાય છે. કોઈના કહેવાથી આપણે અલગ ન પડીએ અને બધા એક થઈને રહી સાથે જિંદગી જીવીએ. અલ્લાહનો એક જ પેગામ છે કે બધાનું સારું કરો અને બધા માટે દુઆ કરો. હું મારા ઘરેથી ઇશ્વરિયા મહાદેવ મંદિરે ચાલીને આવું છું. મારા ઘરથી મંદિર વચ્ચે 11 કિમીનું અંતર છે અને મંદિરે પહોંચતા મને દોઢ કલાક લાગે છે.એક જગ્યાએ દૂધ લેવા ઉભો રહું બાકી ક્યાંય ઉભો રહેતો નથી. અહેસાનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલીને આવવાનું મહત્ત્વ એટલું કે, હું રોજા પણ રહું છું અને મુસ્લિમ ભાઈઓને કોઈ તકલીફ ન પડે. દેશમાં કોમી એકતા રહે અને કોમવાદ ન થાય. ઇશ્વરિયા મહાદેવ મંદિરમાં માન્યતા છે કે દર વર્ષે શિવલિંગ એક ચોખા જેટલું વધે છે. આ જગ્યાનો પ્રભાવ છે કે, તમારો ગમે તેટલો મગજ ગરમ હોય કે તકલીફ હોય અહીંથી બહાર નીકળીએ એટલે એકદમ ફ્રેશ અનુભવ થાય છે. અહીં એકદમ શાંત વાતાવરણ છે.હું શ્રાવણ મહિનો 31 વર્ષથી રહું છું. એક સમયે ફરાળ કરું છું. તાજીયામાં પણ સેવા આપું છું. ભિક્ષુકો, અનાથ હોય તેવા લોકોને હું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની યાત્રા કરાવું છું. તમામને હું તસવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું ભોજન કરાવું છું. કોઈ સોમવાર રહ્યા હોય તો તેને ફરાળ કરાવું છું. 245 લોકોને આ વર્ષે લઇ ગયો હતો અને 70થી 75 હજારનો ખર્ચ પણ કર્યો હતો. આમાં હિન્દુ ભાઈઓએ મને મદદ પણ કરી હતી.

રક્ષાબંધન/ પાટણ : NSSના સ્વયંસેવકોએ  પોલીસ  કર્મચારીઓ સાથે રક્ષાબંધનની કરી ઉજવણી