અમદાવાદ/ ગોતામાં પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત, 3 વર્ષની માસુમ દીકરી સાથે લગાવી મોતની છલાંગ

અમદાવાદના ગોતા વિસ્તારમ પોલીસકર્મીના પરિવારે સામુહિક આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

Top Stories Gujarat
15 2 ગોતામાં પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત, 3 વર્ષની માસુમ દીકરી સાથે લગાવી મોતની છલાંગ

ગોતામાં પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત

Divaa હાઈટ્સ ગોતામાં મોડી રાત્રે કર્યો આપઘાત

વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો આપઘાત

કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત

12માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

3 વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ

સોલા પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાતમાં સામુહિક આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે,અમદાવાદના ગોતા વિસ્તારમ પોલીસકર્મીના પરિવારે સામુહિક આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. ગોતા વિસ્તારના દિવા હાઇટસમાં રહેતા મૂળ ભાવનગરના વતની અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોકરી કરતા કુલદીપ સિંહ યાદવે તેમના પત્ની અને 3 વર્ષની બાળકી સાથે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના એપાર્ટમેન્ટના 12માં માળે થી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. સમાુહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમની 3 વર્ષની પુત્રી સાથે આત્મહત્યા કરી લેતા આ ઘટના હાલ આ વિસ્તારમાં ટોક ઓફ ધ સીટી બની છે.

આ સામુહિક આત્મહત્યામાં પહેલા પત્નીએ 12માં માળેથી પડતું મુક્યું અને બાદમાં કુલદીપ સિંહે પોતાનીૂ માસુમ 3 વર્ષની દિકરીને લઇને ઉપરથી મોતની થંલાગ લગાવી દીધી હતી.ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મી કુલદીપ સિંહ  ભાવનગરના સિહોરના વતની છે અને તેમના પિતા ભાજપના કાર્યકર્તા છે.