લખનઉ,
ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના શિષ્યોને આશીર્વાદ આપવા માટે ગોરખપુર પહોચ્યા હતા, પરંતુ આ દરમિયાન એક પોલીસ જવાને ખાખી વર્ધીમાં CM યોગીને હાથ જોડ્યા હતા, ત્યારે હવે આ અંગે એક વિવાદ ઉભો થયો છે.
હકીકતમાં, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કે જે ગોરખનાથ મંદિરના મહંત છે, જયારે તેઓ ગોરખપુર પહોચ્યા હતા. આ દરમિયાન એક પોલીસ અધિકારી તેઓ સામે ઘુટણ ટેકવીને હાથ જોડી રહ્યા છે. તો બીજી તસ્વીરમાં આ અધિકારી CM યોગીને માથા પર આ પોલીસ અધિકારી તિલક લગાવી રહ્યા છે તો ત્રીજી તસ્વીરમાં અ પોલીસ જવાન CM યોગીને માળા પહેરાવી રહ્યા છે.
આ પોલીસ અધિકારીનું નામ પ્રવીણ કુમાર સિંહ છે જેઓને પોતે જ ફેસબુક પર આ તસ્વીરો પોસ્ટ કરી છે. ફેસબુક પર પોસ્ટ કરતા પ્રવિણ કુમાર સિંહે લખ્યું છે કે, “તેઓ ગુરુપૂર્ણિમાના અવસર પર CM પાસે નહિ પરંતુ ગોરખનાથ મંદિરના મહંત પાસે આશીર્વાદ લઇ રહ્યા હતા. સાથે અ ફોટોમાં લખ્યું છે કે, “ફિલિંગ બ્લેસ”.
જો કે હવે બીજી બાજુ આ તસ્વીરોને લઇ રાજકારણમાં અનેક સમીકરણો સામે આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના સુનીલ યાદવે જણાવ્યું કે, “એક પોલીસ અધિકારીનું CM યોગીના પગને સ્પર્શ કરવું એ ખાખી વર્દીના મહત્વને ઓછું કરે છે. DGPએ આ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવી જોઈએ. જયારે DGP કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે સ્પષ્ટ થઇ જશે કે પૂરું પોલીસ ડિપાર્ટમેન્ટ તેઓના પગમાં આવી ચુક્યું છે.
CM યોગીને પગમાં વંદન કરનારા પોલીસ ઓફિસરની વાત કરવામાં આવે તો, તેઓ આ સમયે ગોરખપુરના ગોરખનાથ વિસ્તારમાં સર્કલ ઓફિસર છે અને તેઓની જવાબદારીમાં ઘણા પોલીસ સ્ટેશન છે.