બોલીવુડમાં જાને આજકાલ લોકોના જીવનની બાયોપિક બનાવવાનો ક્રેઝ ચડ્યો છે. હાલ જ હિન્દી સિનેમા એક્ટર સંજય દત્તના જીવન પર “સંજુ” ફિલ્મ બની હતી, જે લોકોને ખુબ પસંદ પડી હતી અને સુપર હિટ નીવડી છે. જેમ કે આવું જ કંઈક રાજનેતાઓ સાથે પણ છે કે અનુપમ ખેર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ બની રહી છે, જયારે બાલા સાહેબ ઠાકરે પર પણ નવાજુદ્દીન સિદ્દીકી દ્વારા ફિલ્મ બનાવવામાં આવી રહી છે.
આવી જ હરોળમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી (CM) યોગી આદિત્યનાથના જીવન પર પણ ફિલ્મ બની રહી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ “જિલ્લા ગોરખપુર” છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે. આ ફિલ્મ નોસ્ટ્રમ એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બની રહી છે. જયારે આ ફિલ્મના નિર્માતા વિનોદ તિવારી છે.
આ ફિલ્મના પોસ્ટરમાં નોંધવા જેવી બાબત એ છે કે આ પોસ્ટરમાં તેમના ભગવાધારી વસ્ત્રો સાથે હાથમાં એક નાની રિવોલ્વર ગન પણ છે. જેને પકડીને તેઓ ગોરખપુર વિસ્તારના એક ઉંચાઈ વાળા સ્થળ પર ઉભા છે.જયારે પોસ્ટરની પૃષ્ટભૂમિ પર એક ગાય અને વાછરડું પણ નજર આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે લોકો આ પોસ્ટરને આગળ કેવી પ્રતિક્રિયા આપશે.