neha kakkar/ નેહા કક્કડ “ કાળા અને સફેદ” રંગને લઇ મુંજવણમાં, પતિએ કહી આ વાત

નેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું છે કે, મને ખબર નથી કે મને મારા પર કાળો રંગ સૌથી વધારે પસંદ છે કે સફેદ? તમે શું વિચારો છો?

Entertainment
neha rohanpreet નેહા કક્કડ “ કાળા અને સફેદ” રંગને લઇ મુંજવણમાં, પતિએ કહી આ વાત

નેહા કક્કડ પોતાની સુરીલા કંઠ માટે ખૂબ જ જાણીતી છે અને તેના ગીતો ચાહકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ નેહા કક્કડ, યો યો હની સિંહ અને ટોની કક્કડનું ગીત “ કાંટા લગા” રીલીઝ થયું હતું. આ ગીત લોકોને ખૂબ જ ગમ્યું હતું અને અત્યારે આ ગીતના વ્યૂઝ 13 કરોડની પર છે. નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેના પતિ રોહનપ્રીત સિંહે પણ કોમેન્ટ કરી છે.

નેહા કક્કડે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું છે કે, મને ખબર નથી કે મને મારા પર કાળો રંગ સૌથી વધારે પસંદ છે કે સફેદ? તમે શું વિચારો છો? આ ફોટો પર 15 લાખથી વધારે લાઈક આવી ચુકી છે અને તેના પતિ રોહનપ્રીત સિંહે પણ કોમેન્ટ કરીને લખ્યું છે કે, “સૌથી સુંદર પરી” તો તેના ભાઈ ટોની કક્કડે પણ કોમેન્ટ કરીને લખ્યું છે કે,  દરેક રંગમાં તમે ખૂબ જ સુંદર નજરે આવો છો. કોમેડિયન અને સિંગર સુંગધા મિશ્રાએ પણ ઈમોજી સાથે રિએકશન આપ્યું છે.

 

નેહા કક્કડનું આ પહેલા “ 2 ફોન” ગીત રીલીઝ થયું હતું. આ ગીતમાં જસ્મીન ભસીન અને અલી ગોની પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને ખૂબ જ સારો રિસ્પોન્સ માયો હતો. નેહા સતત પોતાના સુપરહીટ ગીતો આપીને ચાહકોનો પ્રેમ મેળવી રહી છે.