Not Set/ 12 વર્ષ પછી ફરી એકવાર જોવા મળશે સની દેઓલ-અમીષા, પ્રથમ વાર કરશે ડબલ રોલ

મુંબઈ સની દેઓલ તેની આગામી ફિલ્મ “યમલા પગલા દીવાના 3” પહેલાં એક નવો પ્રોજેક્ટને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં સની 12 વર્ષ પછી અમીષા પટેલ સાથે જોવા મળશે. આ બન્નેની જોડી “ગદર એક પ્રેમ કથા” મૂવીમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં જોડીને ખુબ જ  પસંદ કરવામાં પણ આવી હતી.સનીની નવી ફિલ્મનું નામ “ભાઈ […]

Entertainment
Bhaiji Superhit 12 વર્ષ પછી ફરી એકવાર જોવા મળશે સની દેઓલ-અમીષા, પ્રથમ વાર કરશે ડબલ રોલ

મુંબઈ

સની દેઓલ તેની આગામી ફિલ્મ “યમલા પગલા દીવાના 3” પહેલાં એક નવો પ્રોજેક્ટને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં સની 12 વર્ષ પછી અમીષા પટેલ સાથે જોવા મળશે. આ બન્નેની જોડી “ગદર એક પ્રેમ કથા” મૂવીમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં જોડીને ખુબ જ  પસંદ કરવામાં પણ આવી હતી.સનીની નવી ફિલ્મનું નામ “ભાઈ જી સુપરહીટ” રાખવામાં આવશે. આ ફિલ્મ 19 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે. તેમનિ ભૂમિકા વિષે હક્લ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ લાંબા સમય બાદ સ્ક્રીન પર “હિરો” ફિલ્મની આ જોડી જોવા પ્રેક્ષકો માટે અદભૂત કરતાં ઓછી નહીં હોય. પ્રીતિ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય મિશ્રા, મુકુલ દેવ, પંકજ ત્રિપાઠી સાથે જોવામાં મળશે.

https://twitter.com/bestofpreity/status/984388364634853376

આ એક્શન કોમેડી ફિલ્મનું નિર્દેશન નિરજ પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ ડબલ રોલમાં દેખશે. આ ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશ અને બિહાર પર આધારિત હશે. ચિરાગ મહેન્દ્ર આ ફિલ્મને પ્રોડ્યુસર કરશે.

મહત્વનું છે કે, આ ફિલ્મ ઘણા વર્ષોથી રિલીઝ થવાની તૈયારી કરી કરી છે. ઘણી વખત તારીખો બહાર આવી, પરંતુ ફિલ્મ રીલીઝ થઈ ન હતી. આ ફિલ્મ ગયા વર્ષે “ટ્યુબ લાઇટ” સાથે રિલીઝ થવાની હતી. પછી ફિલ્મના નિર્માતા કહે છે કે આ સાથે સનીને કોઈ લેવાદેવા નથી. હું ફિલ્મને રિલીઝ માટે જવાબદાર છું અને હું સલમાન ખાન સાથે બેસે અને આ ટકર વિશે વાત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હવે ફરીથી ફિલ્મની નવી તારીખ આવી છે.