Not Set/ નાના-તનુશ્રી વિવાદ ચરમસીમા પર, કાયદાકીય લડાઇની એંધાણ, બોલીવુડ સેલિબ્રીટીએ કોને ટેકો આપ્યો,જાણો

મુંબઇ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ મુકનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાને હવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તનુશ્રીના આરોપ બાદ નાના પાટેકર તરફથી એક્ટ્રેસને કોર્ટની નોટિસ મળી શકે છે. બીજી તરફ તનુશ્રીના વકિલો તરફથી પણ કાયદાકીય કાર્યવાહની તૈયારી થઇ છે. તનુશ્રી દત્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પાટેકરના વકીલ તરફથી પોતાને હજી સુધી […]

Trending Entertainment
19 નાના-તનુશ્રી વિવાદ ચરમસીમા પર, કાયદાકીય લડાઇની એંધાણ, બોલીવુડ સેલિબ્રીટીએ કોને ટેકો આપ્યો,જાણો

મુંબઇ

નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ મુકનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાને હવા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તનુશ્રીના આરોપ બાદ નાના પાટેકર તરફથી એક્ટ્રેસને કોર્ટની નોટિસ મળી શકે છે. બીજી તરફ તનુશ્રીના વકિલો તરફથી પણ કાયદાકીય કાર્યવાહની તૈયારી થઇ છે.

તનુશ્રી દત્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પાટેકરના વકીલ તરફથી પોતાને હજી સુધી કોઈ કાનૂની નોટિસ મળી નથી. પરંતું પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું પણ મારો બચાવ કરવા માટે મારાં વકીલોની ટીમ તૈયાર કરી રહી છું. નાનાનાં વકીલના દાવાથી વિપરીત, મને હજી સુધી એમની તરફથી કોઈ લીગલ નોટિસ મળી નથી.

નાના પાટેકરના વકિલ રાજેન્દ્ર શિકોડકરે કહ્યું કે અમે તનુશ્રીને લીગલ નોટિસ મોકલવાના છીએ.અમે ઇચ્છીએ છે કે તે તેના નિવેદન પર માફી

Instagram will load in the frontend.

સામે પક્ષે તનુશ્રીએ કહ્યું કે મને ડરાવીને ચૂપ કરી દેવા માટે પોકળ ધમકીઓ આપવાને બદલે પાટેકરના વકીલે મને લીગલ નોટિસ મોકલવી જોઈએ અને પછી જુઓ હું એનો શું જવાબ આપું છું.

તનુશ્રીનાં આરોપને પગલે બોલીવૂડમાં ઘણાં કલાકારોએ એને ટેકો જાહેર કર્યો છે. એમાંની એક છે, અભિનેત્રી કંગના રનૌત. કંગનાએ એમ કહ્યું હોવાનું મનાય છે કે, કથિત જાતીય સતામણી વિશે જાહેરમાં બોલવાની તનુશ્રીની હિંમતને પોતે દાદ આપે છે.

‘ક્વીન’ની અભિનેત્રી કંગનાએ કહ્યું કે, બનાવ વખતે પોતાને થયેલા અનુભવ વિશે બોલવાનો ફરિયાદી અને આરોપીનો મૂળભૂત અધિકાર છે. આ પ્રકારનો ઘટસ્ફોટ ઘણો જ તંદુરસ્ત કહેવાય અને એનાથી જાગૃતિ આવે.

બીજી તરફ નાના પાટેકરના ટેકામાં પણ બોલીવુડની સેલિબ્રીટીસ ઉતરી આવી હતી.એક્ટર ડાયરેક્ટર ફરહા ખાને ટ્વીટર એકાઉન્ટ પર નાના પાટેકર સાથે તેનો ફોટો મુક્યો છે. નાનાના સપોર્ટમાં સોનમ,સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણે જેવા એક્ટરે પણ સોશિયલ મીડીયામાં તેમની પ્રતિક્રિયાઓ આપી હતી