Loksabha Election 2024/ સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો, 75 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં

સુરતની લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના પગલે ભારતની સંસદીય ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. ભારતની સંસદીય ચૂંટણીના 75 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં હોય.

Gujarat Top Stories Surat Trending Breaking News Politics
Beginners guide to 2024 04 21T144426.705 સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો, 75 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં

સુરતઃ સુરતની લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના પગલે ભારતની સંસદીય ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. ભારતની સંસદીય ચૂંટણીના 75 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં હોય. જો કે કોંગ્રેસ સુરતની બેઠક 1989માં ભાજપ સામે પહેલી વખત ગુમાવ્યા પછી ક્યારેય જીત્યું નથી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલશ કુંભાણીના હાઇવોલ્ટેજ ડ્રામા પછી તેમનું ફોર્મ રદ થઈ ગયું છે.

સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી 1951માં લડાઈ ત્યારે સુરતની બેઠક પર કોંગ્રેસના કનૈયાલાલ દેસાઈ ઉમેદવાર હતા અને વિજયી બન્યા હતા. તેના પછી 1957, 1962, 1967, 1971 સુધી મોરારજી દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર હતા અને ચૂંટણી લડ્યા હતા તથા જીત્યા હતા. જ્યારે 1977, 1980 અને 1984માં સીડી પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા અને ચૂંટણી લડયા હતા તથા જીત્યા હતા.

તેના પછી 1989માં સીડી પટેલ સુરતથી લડ્યા હતા અને કાશીરામ રાણા સામે હાર્યા હતા. આમ સુરતની સીટ 1989થી 2019 સુધી એમ ત્રણ દાયકાથી ભાજપ પાસે છે. કાશીરામ રાણા 1989, 1991, 1996, 1998, 1999, 2004 એમ લગલગાટ છ વખત આ બેઠક પર જીત્યા હતા. કાશીરામ રાણાએ 1989માં સીડી પટેલને હરાવ્યા હતા. 1991માં સહદેવ ભેરાભાઈ ચૌધરીને હરાવ્યા હતા. 1996માં મનુભાઈ કોટડિયાને હરાવ્યા હતા.

1998માં ઠાકોરભાઈ નાયકને હરાવ્યા હતા. 1999માં રૂપીન રમેશચંદ્રને હરાવ્યા હતા. જ્યારે 2004માં ચંદ્રવદન છોટુભાઈ પીઠાવાલને હરાવ્યા હતા. જ્યારે 2009માં કોંગ્રેસના ધીરુભાઈ હરિભાઈ ગજેરાને વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશે હરાવ્યા હતા. આ જ રીતે દર્શનાબેન જરદોશે 2014માં કોંગ્રેસના નૈષધભાઈ ભુપતભાઈ દેસાઈને પાંચ લાખ કરતાં વધુ મતથી વિક્રજનક માર્જિનથી હરાવ્યા હતા. આમ 2019માં દર્શનાબેને અશોક કોંગ્રેસને અશોક પટેલને હરાવ્યા હતા. આ વખતે તો કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહિં હોય. તેથી ભાજપની પાંચ લાખ લીડની આશા બર આવશે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: કોંગ્રેસને સુરતમાં ફટકો તો અમરેલીની બેઠક પર રાહત, જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજૂર

આ પણ વાંચો: પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં

આ પણ વાંચો: ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર