ગુજરાત/ પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં

વડોદરા પોલીસની ગરિમાને ઠેસ પહોંચાડતો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 04 21T135820.060 પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં

Ahmedabad News: વડોદરા પોલીસની ગરિમાને ઠેસ પહોંચાડતો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યો છે. આ કેસમાં ખુદ મહિલા પોલીસકર્મીએ પોલીસ ઈન્સ્પેક્ટરથી લઈને જોઈન્ટ પોલીસ કમિશનર સુધીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ગંભીર પોલીસ દમન અને જાતીય સતામણીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

જસ્ટિસ હસમુખ ડી સુથારે આ કેસમાં ગંભીર આરોપોની નોંધ લીધી હતી. અને અરજદાર પોલીસ મહિલાની હિંમતની પ્રશંસા કરી હતી. હાઇકોર્ટે અરજદાર મહિલા પોલીસ કોન્સ્ટેબલે કરેલા આક્ષેપો અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને વડોદરા શહેર પોલીસ કમિશનર પાસેથી સ્પષ્ટતા સાથેનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “કેસના રેકોર્ડ અને અરજદાર મહિલા પોલીસ કોન્સ્ટેબલના ગંભીર આક્ષેપો જોતાં તેણે પોતાના ઉપરી અધિકારીઓ સામે અવાજ ઉઠાવ્યો છે અને વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ સમગ્ર કેસમાં એક મહિલા પોલીસ દ્વારા જ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરુધ્ધ આક્ષેપો કરાયા હોવાથી DGP અને વડોદરા શહેર પોલીસ કમિશનરને ગોરવા પોલીસ મથકના CCTV ફુટેજ, સંબંધિત મટીરીયલ્સ સાથે અરજદારની ફરિયાદ સંદર્ભે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા હુકમ કરવામાં આવે છે.”

અરજદાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરફથી કરાયેલી રિટ અરજીમાં વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ એસ. નીનામા, ગોરવાના ACP આર. ડી. કાવા અને ગોરવા પોલીસ મથકના PI કે. એન. લાઢિયા વિરુદ્ધ તાત્કાલિક સસ્પેન્શન સહિતના પગલાં લેવા અને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ખાતાકીય પગલાં લેવાની દાદ માંગવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી