Not Set/ કોરોના વેક્સીનના બે ડોઝ લેવા છતાં કલેક્ટરને થયો કોરોના

પાટડીમાં છેલ્લા 3 દિવસમાં કોરોના પોઝીટીવના 15 કેસોથી ફફડાટ

Gujarat Others
A 313 કોરોના વેક્સીનના બે ડોઝ લેવા છતાં કલેક્ટરને થયો કોરોના

ગુજરાતમાં વધી રહેલ કોરોનાના સંક્રમણ વચ્ચે પાટડીમાં છેલ્લા ત્રણ દિવસમાં 10 વર્ષના બાળક સહિત કુલ 15 કોરોના પોઝીટીવ કેસો સામે આવતા લોકો ફફડી ઉઠ્યા છે. એમાં પણ સૌથી ચોકાવનારી વાત એ છે કે, પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા છતાં આજે તેઓ કોરોના પોઝીટીવ આવતા સાણંદ એમના માદરે વતનમાં હોમ કોરોન્ટાઇન થયા છે. આ સાથે જ્યારે પાટડીમાં એક જ પરિવારના પાંચ લોકો એકસાથે કોરોના પોઝીટીવ આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટડીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નિપજવાના બનાવો બનવા પામ્યાં હતા. કોરોનાની બીજી લહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં પાટડી સહિત આજુબાજુના ગામડાઓમાં મળીને 15થી વધુ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં પાટડીના એક 10 વર્ષના બાળકને કોવિડ પોઝીટીવ સહિત એક જ પરિવારના પાંચ લોકો કોરોનાની ઝપટમાં આવતા હાલ હોમ કોરોન્ટાઇન છે. જ્યારે પાટડી તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોંલકી પણ કોરોના પોઝીટીવ આવતા હોમ કોરોન્ટાઇન થયા છે.

આ પણ વાંચો :કોરોનાના કેરમાં વ્યારા જનરલ હોસ્પિ.ની ઘોર બેદરકારી, જીવિત વ્યક્તિનો કર્યો મૃત જાહેર

પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજ જાદવે પણ થોડા સમય અગાઉ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં આજે કોરોના પોઝીટીવ આવતા એમના માદરે વતન સાણંદમાં જ હોમ કોરોન્ટાઇન થયા છે. પાટડીમાં કોરોનાના વધતા જતા કેસોથી નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :કાંકરેજમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી વધુ એક યુવકની લાશ, મોતનું કારણ હજી અકબંધ

બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક અને સેનેટાઇઝરના ફરજીયાત ઉપયોગ કરવાની સાથે સોશ્યલ ડીસ્ટન્સીગ પર ભાર મુકવાની વિનંતી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ તો જણાવે છે કે, એક વખત કોરોના થયા પછી પણ ફરી કોરોના થઇ શકે છે. અને કોરોના વેક્શીનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના થઇ શકે છે. પણ આ રસીથી એન્ટીબોડીમાં કોરોના ઘાતક નિવડતો નથી આથી દરેક નાગરિકે કોરોનાની રસી અવશ્ય લઇ લેવી જોઇએ. પાટડીમાં વધતા જતા કોરોનાના કેસોથી લોકો ઘરની બહાર નીકળવાના બદલે ઘેર જ આરામ કરવાનું પસંદ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :દહેગામ-બાયડ હાઈવે પર અકસ્માત, 2 લોકોનાં મોત