RMC/ રાજકોટમાં વિવિધ બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ સહિતના મનપા અધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બ્રિજ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત આજે તા. ૨૩-૦૩-૨૦૨૧ના રોજ વહેલી સવારથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કેકેવી

Gujarat
RUDA BUDGET રાજકોટમાં વિવિધ બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ સહિતના મનપા અધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બ્રિજ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત આજે તા. ૨૩-૦૩-૨૦૨૧ના રોજ વહેલી સવારથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કેકેવી ચોક – કાલાવડ રોડ, નાનામવા સર્કલ ખાતેના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી તેમજ  ૮૦’ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે બનનાર ઈલેક્ટ્રીક બસ ડેપો અને અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

  રાજકોટ  મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની વિઝીટ દરમ્યાન કેકેવી ચોક અને નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનાર બ્રિજની રૂબરૂ સમીક્ષા કરી અને પ્રોગ્રસીવ રીપોર્ટ મેળવ્યા હતા. દરમ્યાન ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઇલેકટ્રીક બસ માટે બનાવવામાં આવનાર બસ ડેપોની ચાલુ કામગીરી નિહાળી હતી. આગામી ટૂંક સમયમાં જ ૫૦ ઈલેક્ટ્રીક બસ આવી રહી છે અને વધારાની નવી ૧૦૦ ઈલેક્ટ્રીક બસની ટેન્ડર પ્રક્રિયા હાલ વાટાઘાટ તબક્કે પહોંચી છે. ભવિષ્યમાં આવનારી આ ૧૦૦ બસ સહીત કુલ ૧૫૦ ઈલેક્ટ્રીક બસ સંચાલન અને કંટ્રોલ આ એક જ સ્થળેથી થાય તે માટે આ પ્લોટમાં રહેલી વધારાની જમીન જે હાલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્ટોર તરીકે ઉપયોગમાં લેવાય છે તે ઇલેકટ્રીક બસ ડેપો માટે ફાળવવાની બાબતે સ્થળ પર વિચારવિમર્શ થયો હતો.

અર્બન ફોરેસ્ટ ખાતેના ચાલુ પ્રોજેક્ટમાં હાલ ચાલી રહેલી કામગીરીનું મ્યુનિ. કમિશનરએ બાઈક સવારી કરી નિરીક્ષણ કર્યું હતું.આજની વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર બી.જી.પ્રજાપતિ,  એ.આર.સિંહ.  ચેતન નંદાણી, સિટી. એન્જી.  એચ.યુ.દોઢિયા, સિટી એન્જી.  બી.યુ.જોષી, સિટી. એન્જી.  વાય. કે. ગૌસ્વામી, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન્સ  ડો. કે.ડી. હાપલીયા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, રાજકોટ રાજપથ લી. ના જનરલ મેનેજર જયેશ કુકડિયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઇ.ઇ.  અમિત ડાભી, ગૌતમ જોષી,  એમ.આર.શ્રીવાસ્તવ,  પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.