Not Set/ સુરતમાં લોકડાઉનની અફવાથી ડરી ગયેલા મજૂરો ડબલ ભાડું આપી કરી રહ્યા છે પલાયન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ રાજ્યનાં બે શહેર અમદાવાદ અને સુરતથી સામે આવી રહ્યા છે.

Gujarat Surat
cricket 61 સુરતમાં લોકડાઉનની અફવાથી ડરી ગયેલા મજૂરો ડબલ ભાડું આપી કરી રહ્યા છે પલાયન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ રાજ્યનાં બે શહેર અમદાવાદ અને સુરતથી સામે આવી રહ્યા છે. વળી જો સુરતની વાત કરીએ તો, સતત વધી રહેલા કેસનાં કારણે અહી વસતા પરપ્રાંતિય મજૂરોને હવે ડર લાગવા લાગ્યો છે.

ગુજરાત: અમદાવાદ AMTS નું વર્ષ 2021-22 નું જાણો કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું?

સુરતમાં વસતા પરપ્રાંતિયોને કોરોના કેસ વધતાં ફરીથી લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ પરપ્રાંતિયોએ પલાયન શરૂ કરી દીધુ છે. પોતાના ઘરે જલ્દી જવાનુ વિચારતા આ પરપ્રાંતિયો બમણું ભાડું આપીને પણ ઘરે જવા તૈયાર થયા છે. જો કે મહાનગર પાલિકા અને અન્ય ઘણા સંગઠનોએ પરપ્રાંતિયોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે લોકડાઉન માત્ર એક અફવા છે, પરંતુ કોઈ તેમની વાતને સ્વીકારવા તૈયાર નથી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરતનાં જુદા જુદા ભાગોથી મજૂરોનું સ્થળાંતર થઈ રહ્યું છે. લોકડાઉનનો ડર લોકોમાં એટલો ફેલાયો છે કે લોકો ઉંચા ભાડા સાથે પણ મુસાફરી કરી રહ્યા છે.

ગુજરાત: સંચાલકોની રજૂઆત – શાળામાં ફાયર સેફ્ટી હેતુ NOC કરો ફરજીયાત

ગત વર્ષે આ સમયથી કોરોનાનાં કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો. હાલમાં સુરતમાં દેખાઇ રહેલી પરિસ્થિતિને જોતા ગત વર્ષની યાદ તાજા થઇ ગઇ છે. પરપ્રાંતિયો એકવાર ફરી લોકડાઉન થવાની અફવાનાં કારણે પોતાના ઘરે પલાયન થઇ રહ્યા છે. જેનો ફાયદો ટ્રાવલ એજન્ટો અને બસ કંપનીનાં સંચાલકો કરી રહ્યા છે. જો કે આમ કરતા ઘણા લોકોની અટકાયત કરવામા આવી છે. પોલીસને ડર હતો કે આ લોકોએ પોતાનો મોટો ફાયદો કરવા માટે શહેરભરમાં લોકડાઉનની અફવાઓ ફેલાવી હતી. વળી, બસ સંચાલકોનું કહેવું છે કે, તેમણે લોકોને ફસાવ્યા નથી, પરંતુ લોકો પોતે જ તેમની પાસેથી ટિકિટ લેવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્ર, નેતા અને અનેક સંસ્થાઓ મજૂરોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે કે રોજ 2 હજાર જેટલા લોકો આ બસોથી પોતાના ઘરે પરત ફરી રહ્ય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ