Ahmedabad/ દરીયાપુર ફ્રુટ માર્કેટમાંથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 મેગઝીન અને 4 જીવતા કારતુસ પણ મળી આવ્યા

આરોપી પાસેથી પોલીસને પિસ્ટલની સાથે 2 મેગઝીન તેમજ 4 જીવતા કારતુસ પણ મળી આવ્યા છે.પોલીસે 20 હજારની કિંમતનાં હથિયાર તેમજ મોબાઈલ ફોન મળી 32,590 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Ahmedabad Gujarat
a 162 દરીયાપુર ફ્રુટ માર્કેટમાંથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 મેગઝીન અને 4 જીવતા કારતુસ પણ મળી આવ્યા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં અન્ય રાજ્યોમાંથી હથિયાર ગેરકાયદેસર રીતે લાવીને રાખવાનું ચલણ સતત વધી રહ્યુ છે.થોડા જ દિવસો પહેલા ક્રાઈમબ્રાંચે સિંધુભવન રોડ પરથી પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ત્યારે સોમવારે સવારનાં સમયે દરિયાપુર પોલીસે બાતમીનાં આધારે દરિયાપુર ફ્રુટ માર્કેટમાંથી રાજસ્થાનનાં વતની સુભાનઅલી રાજર નામનાં શખ્સને ગેરકાયદેસર પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે.

a 163 દરીયાપુર ફ્રુટ માર્કેટમાંથી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, 2 મેગઝીન અને 4 જીવતા કારતુસ પણ મળી આવ્યા

આરોપી પાસેથી પોલીસને પિસ્ટલની સાથે 2 મેગઝીન તેમજ 4 જીવતા કારતુસ પણ મળી આવ્યા છે.પોલીસે 20 હજારની કિંમતનાં હથિયાર તેમજ મોબાઈલ ફોન મળી 32,590 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની ધરપકડ કરીને તે આ પિસ્ટલ ક્યાંથી લાવ્યો અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે દિશામાં પુછપરછ હાથ ધરી છે તેમજ આ આરોપીનો અન્ય કોઈ ગુનાહિક ઈતિહાસ છે કે કેમ તે બાબતે પણ તપાસ તેજ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો