ગુજરાતીનું મોત/ સંતાનને વિદેશ મોકલતા ચેતજો, અમદાવાદી હર્ષ પટેલનો કેનેડામાં મૃતદેહ મળ્યો, મોતનું કારણ અનિશ્ચિત

26 વર્ષીય ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થઈ ગયો હતો. આ પછી તે ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરાઈ હતી. જે બાદ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat
હર્ષ પટેલ

આજકાલ યુવાનોમાં વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેમાં મુખ્ય પરિબળ એનઆરઆઈ યુવક કે યુવતી સાથે લગ્ન કરવા. આ રીતે વિદેશમાં સેટલ થવા માટે પણ યુવાનો તૈયાર થઈ જાય છે. પણ ઘણીવાર આ ક્રેઝ ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. આવો જ એક બનાવ તાજેતરમાં કેનેડામાં એક ગુજરાતી યુવક સાથે બન્યો છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ 2 દિવસથી ગૂમ હતો અને આખરે તેનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

26 વર્ષીય ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થઈ ગયો હતો. આ પછી તે ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરાઈ હતી. જે બાદ તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મહત્ત્વનું છે કે, હર્ષ પટેલ છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુમ હોવાને લીધે તેના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહત્ત્વનું છે કે, હર્ષ પટેલ વર્ષ 2022માં કેનેડા સ્ટડી કરવા ગયો હતો. તે છેલ્લાં બે દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો. હર્ષનો મૃતદેહ મૃતદેહ ટોરેન્ટોમાંથી મળ્યો છે. હર્ષના મૃત્યુનું કારણ હજૂ અસ્પષ્ટ છે. હર્ષનો પાસપોર્ટ , ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ  ગૂમ છે.આ મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના બે યુવાનો જે અભ્યાસ કરવા ગયા હતા તે બંને લેકમાં ડૂબી ગયાની ઘટના સામે આવી હતી. જોકે બંનેની શોધખોળ ચાલુ છે છતાં હજુ (આ લખાય છે ત્યાં સુધી) તેમની કોઈ માહિતી સામે આવી નથી. આ બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. જેમાંથી એકનું નામ સિદ્ધાંત શાહ હતું જે અમદાવાદના જાણીતા બિલ્ડરનો પુત્ર હતો.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ