ભૂકંપ/ ગુજરાતના દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ કે નુકશાન થયું નથી

સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપ બપોરે 3:15 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી ઉત્તર પશ્ચિમમાં 223 કિમી દૂર હતું.

Top Stories Gujarat
12333333333 ગુજરાતના દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ કે નુકશાન થયું નથી

ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપ બપોરે 3:15 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 223 કિમી દૂર હતું. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે. આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે.

 

ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, જાનહાનિના કોઈ સમાચાર નથી.

ધરતીની અંદર પ્લેટોની અથડામણ એ ભૂકંપનું મુખ્ય કારણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓના વળાંકને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.