Not Set/ ઉપવાસની અનુમતિ કોણે આપી?- હાઈકોર્ટનો કેજરીવાલને સવાલ

નવી દિલ્હી, દિલ્હીના સીએમ અરવિંદ કજરીવાલ અને આમ આદમી પાર્ટીના મંત્રીઓના ઉપવાસને લઈને હાઈકોર્ટે કેટલાક તીખા સવાલો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે સોમવારે પૂછ્યું હતું કે ઉપવાસ કરતા પહેલા એલજીની અનુમતિ કેમ લેવામાં ના આવી? ગુપ્તાએ દિલ્હી સીએમ અને મંત્રીઓના ઉપવાસ ખતમ કરાવવા હાઈકોર્ટમાં અરજી દાખલ […]

Top Stories India Politics
sit in protest at residence g s a8140cd4 72bf 11e8 ad22 53d0ea2909b4 ઉપવાસની અનુમતિ કોણે આપી?- હાઈકોર્ટનો કેજરીવાલને સવાલ

નવી દિલ્હી,

દિલ્હીના સીએમ અરવિંદ કજરીવાલ અને આમ આદમી પાર્ટીના મંત્રીઓના ઉપવાસને લઈને હાઈકોર્ટે કેટલાક તીખા સવાલો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે સોમવારે પૂછ્યું હતું કે ઉપવાસ કરતા પહેલા એલજીની અનુમતિ કેમ લેવામાં ના આવી? ગુપ્તાએ દિલ્હી સીએમ અને મંત્રીઓના ઉપવાસ ખતમ કરાવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટે કહ્યું કે આ મામલાનું સમાધાન થવું જોઈએ, આગળની સુનાવણી હવે 22 જુને થશે.

દિલ્હી સરકારના વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે આઈએએસ અધિકારીઓએ મીટીંગમાં ભાગ ના લેવાની વાતનો સ્વીકાર કર્યો છે. આના પર હાઈકોર્ટે કહ્યું કે મુદ્દો એ છે કે તમે ઉપવાસ પર બેસી ગયા છો, પરંતુ તમને ઉપવાસ કરવાની અનુમતિ કોણે આપી? આના જવાબમાં દિલ્હી સરકારના વકીલે કહ્યું કે આ વ્યક્તિગત ફેસલો છે. હાઈકોર્ટે પૂછ્યું કે શું આ સંવિધાનિક છે?

ARVIND KEJRIWAL ઉપવાસની અનુમતિ કોણે આપી?- હાઈકોર્ટનો કેજરીવાલને સવાલ

હાઈકોર્ટે એલજી ઓફિસમાં ઉપવાસને લઈને પણ તીખા શબ્દોમાં ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે આ ઉપવાસ નથી, તમે કોઈના ઘર કે ઓફિસમાં ઘૂસીને હડતાલ કે ઉપવાસ કરી શકતા નથી. કોર્ટે એવું પણ પૂછ્યું કે ઉપવાસનો ફેસલો વ્યક્તિગત હતો કે કેબીનેટની મંજુરીથી લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે છેલ્લા આંઠ દિવસથી કેજરીવાલ અને દિલ્હી સરકારના મંત્રીઓ એલજી ઓફીસમાં ઉપવાસ પર બેઠા છે.

arvind kejriwal ઉપવાસની અનુમતિ કોણે આપી?- હાઈકોર્ટનો કેજરીવાલને સવાલ

મળતી ખબરો મુજબ આગળની રણનીતિની ચર્ચા કરવ માટે અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જયારે ઉપવાસ કરી રહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત રવિવારે બગડી ગઈ હતી અને એમને હોસ્પીટલમાં ભરતી કરવા પડ્યા હતા.