Not Set/ રાજનીતિમાં ઉતરશે રોબર્ટ વાડ્રા? કહ્યું- દેશની સેવામાં મોટી ભૂમિકા નિભાવીશ

દિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં પગ મુકવા જઈ રહ્યા છે! જણાવીએ કે વાડ્રાની રવિવારે એક ફેસબુક પોસ્ટ પરથી આ અટકળો લગાવામાં આવી રહી છે, જેમાં તેણે કહ્યું છે કે મની લોન્ડ્રિંગ કેસમાંથી નામ નીકળ્યા પછી તેઓ દેશવાસીઓની સેવામાં મોટી ભૂમિકા ભજવશે. રોબર્ટ વાડ્રાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, […]

Top Stories India
01 15 રાજનીતિમાં ઉતરશે રોબર્ટ વાડ્રા? કહ્યું- દેશની સેવામાં મોટી ભૂમિકા નિભાવીશ

દિલ્હી,

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં પગ મુકવા જઈ રહ્યા છે! જણાવીએ કે વાડ્રાની રવિવારે એક ફેસબુક પોસ્ટ પરથી આ અટકળો લગાવામાં આવી રહી છે, જેમાં તેણે કહ્યું છે કે મની લોન્ડ્રિંગ કેસમાંથી નામ નીકળ્યા પછી તેઓ દેશવાસીઓની સેવામાં મોટી ભૂમિકા ભજવશે.

રોબર્ટ વાડ્રાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, વર્ષોની શીખ અને અનુભવ આમ બેકાર ન જવો જોઈએ અને આને વધુ સારા ઉપયોગમાં કરવો જોઈએ. તેમણે લખ્યું, “દેશના વિભિન્ન ભાગોમાં વર્ષો અને મહિના સુધી કામ કરતા મને તે લોકો માટે ખાસ કરીને યુપીમાં વધુ કામ કરવાનો અહેસાસ થયો, જ્યાં મારા નાના પ્રયત્નો ઘણા ફેરફારો કરી શકે છે. મને આ જગ્યા પર સાચો પ્રેમ, લાગણી અને આદર મળ્યો, જે મને ખૂબ નમ્રતા પૂર્વક મળ્યો છે.

વાડ્રાએ લખ્યું છે, ‘આ બધા વર્ષોનો અનુભવ અને શીખને નકામું જઈ શકે નહીં અને વધુ સારા ઉપયોગ માટે રાખવું જોઈએ.’ એકવાર મારા પર લાગેલ આ બધા આરોપો સમાપ્ત થયા પછી, મને લાગે છે કે મારે લોકોની સેવા કરવામાં એક મોટી ભૂમિકા સમર્પિત કરવી જોઈએ.’

રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાને તાજેતરમાં કૉંગ્રેસના મહાસચિવ તરીકે નિમવામાં આવ્યા છે. પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

આપને જણાવી દઈએ કે વાડ્રાની મની લોન્ડ્રિંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) આજકાલ તેમની પૂછપરછ કરી રહી છે. વાડ્રાએ તેના પર લાગે આરોપોને લઈને તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “સરકારે દેશના વાસ્તવિક મુદ્દાઓને અવગણવા બદલ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.” દેશના લોકો ધીમે ધીમે સમજી ગયા કે આ આરોપોમાં કોઈ સત્ય નથી. લોકો આ જૂઠ્ઠાણામાંથી બહાર આવ્યા અને મારા પર  વિશ્વાસ વ્યક્ત કર્યો, વધુ સારા ભવિષ્યની શુભકામનાઓ માટે આભાર