Not Set/ મોદી સરકારની નીતિઓએ ભારતનાં યુવાઓનાં ભવિષ્યને કચડી દીધુ : રાહુલ ગાંધી

  રાહુલ ગાંધી લોકડાઉન, સુસ્ત અર્થવ્યવસ્થાને કારણે ઘટી રહેલી જીડીપી અને ખતમ નોકરીઓને લઇને સતત કેન્દ્ર સરકાર પર શાંબ્દિક હુમલા કરી રહ્યા છે. રાહુલે ગુરુવારે કહ્યું કે, મોદી સરકારે દેશનાં યુવાનોનાં ભાવિને કચડી નાખ્યું છે. રાહુલે કોંગ્રેસનાં અભિયાન #SpeakUp અંતર્ગત ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે દેશમાં કરોડો […]

India
3a279d6bdd57d461c03a215f55b28c5c મોદી સરકારની નીતિઓએ ભારતનાં યુવાઓનાં ભવિષ્યને કચડી દીધુ : રાહુલ ગાંધી
3a279d6bdd57d461c03a215f55b28c5c મોદી સરકારની નીતિઓએ ભારતનાં યુવાઓનાં ભવિષ્યને કચડી દીધુ : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધી લોકડાઉન, સુસ્ત અર્થવ્યવસ્થાને કારણે ઘટી રહેલી જીડીપી અને ખતમ નોકરીઓને લઇને સતત કેન્દ્ર સરકાર પર શાંબ્દિક હુમલા કરી રહ્યા છે. રાહુલે ગુરુવારે કહ્યું કે, મોદી સરકારે દેશનાં યુવાનોનાં ભાવિને કચડી નાખ્યું છે. રાહુલે કોંગ્રેસનાં અભિયાન #SpeakUp અંતર્ગત ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે દેશમાં કરોડો લોકોની નોકરીઓ ચાલી ગઇ છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, મોદી સરકારની નીતિઓને કારણે દેશમાં કરોડોની નોકરીઓનો અંત આવ્યો છે, જ્યારે જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. તેમણે ભારતીય યુવાનોનાં ભવિષ્યને કચડી નાખ્યું છે. ચાલો આપણે સરકારને આપણો અવાજ સંભળાવીએ.

રાહુલ ગાંધી સતત કેન્દ્ર પર હુમલો કરી રહ્યા છે. બુધવારે તેમણે કોરોનાવાયરસ લોકડાઉન માટે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકડાઉન પર એક વીડિયો શેર કરતાં કહ્યું કે અચાનક લોકડાઉન દેશનાં અસંગઠિત વર્ગ માટે મૃત્યુ દંડ સાબિત થયો છે.

રાહુલે કહ્યું હતું કે, તેમણે કોરોનાનાં નામે જે કર્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજો હુમલો હતો કારણ કે ગરીબ લોકો રોજ કમાય અને રોજ ખાય છે. નાના અને મધ્યમ વર્ગનાં ધંધામાં પણ આવું જ છે. જ્યારે તમે કોઈ સૂચના વિના લોકડાઉન કરો છો, ત્યારે તમે તેમના પર હુમલો કર્યો હતો. વડા પ્રધાને કહ્યું કે, 21 દિવસ સુધી લડત રહેશે, અસંગઠિત ક્ષેત્રની કમર 21 દિવસમાં તૂટી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.