Rule Change/ આજે પહેલી તારીખઃ જાણો તમારા ખિસ્સા પર શું-શું પડશે અસર

જૂની હિન્દી ફિલ્મનું ગીત હતું કે ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હે. આ હકીકત પણ હતી, પણ વાસ્તવમાં હવે સ્થિતિ ઉલટી છે. હવે દર મહિનાની પહેલી તારીખ આવે ત્યારે ગૃહિણીઓને ચિંતા હોય છે કે ગેસના ભાવ કેટલા વધ્યા, વાહનચાલકને ચિંતા હોય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા

Top Stories India
Change આજે પહેલી તારીખઃ જાણો તમારા ખિસ્સા પર શું-શું પડશે અસર

જૂની હિન્દી ફિલ્મનું ગીત હતું કે ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હે. આ હકીકત પણ હતી, પણ વાસ્તવમાં હવે સ્થિતિ ઉલટી છે. હવે દર મહિનાની પહેલી તારીખ આવે ત્યારે ગૃહિણીઓને ચિંતા હોય છે કે ગેસના ભાવ કેટલા વધ્યા, વાહનચાલકને ચિંતા હોય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા, નાણાકીય નિષ્ણાતોને ચિંતા હોય છે કે સરકાર નાણાકીય મોરચે કયો નિર્ણય અમલી બનાવે છે. આ સિવાય શું સસ્તુ થશે અને શું મોંઘું થશે તેની ચિંતા હોય છે.

રાંધણ ગેસના ભાવ
સરકારી તેલ કંપનીઓ દર મહિને રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે. ગયા મહિને પણ એલપીજી ગેસ સિલિન્ડરનું વેચાણ કરતી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજીના દરમાં ફેરફાર કર્યો હતો. હવે ફરી એકવાર તેની કિંમતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

PAN-આધાર અપડેટ
જે લોકોએ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું, આજથી 1 જુલાઈ, 2023થી તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ સ્થિતિમાં ન તો તમે ITR ફાઇલ કરી શકશો અને ન તો તમારી બાકી રિટર્ન પ્રક્રિયા આગળ વધશે. તે જ સમયે, તમારા બાકી રિફંડ પણ જારી કરવામાં આવશે નહીં.

ફૂટવેર મોંઘા થશે
તે સારી વાત છે કે હવે દેશમાં નબળી ગુણવત્તાના જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં. 1 જુલાઈ, 2023થી દેશમાં હલકી ગુણવત્તાના ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમોને અનુસરીને, ભારત સરકારે ફૂટવેર યુનિટ્સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સસ્તા થશે
1 જુલાઈ 2023થી મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવી ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, ઘણા ઈલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને તેના પાર્ટ્સના રેટમાં ઘટાડો થયો છે. મોબાઈલ, ટીવી, ફ્રીજની કિંમતમાં ઘટાડો થશે.

ટ્રાફિક નિયમોમાં ફેરફાર
હવે નવો ટ્રાફિક નિયમ સમગ્ર મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં લાગુ થશે. 1 જુલાઈથી ફોર વ્હીલર વાહનોમાં પાછળની સીટ પર બેઠેલા લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જો કે આ નિયમ આખા દેશમાં લાગુ છે, પરંતુ હવે આ નિયમનું પાલન ન કરવાથી તમારું ખિસ્સું ઘણું ઢીલું પડી શકે છે.

HDFC મર્જર
આજે, 1 જુલાઈ, 2023 થી, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન એટલે કે HDFC લિમિટેડનું મર્જર દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક સાથે થવા જઈ રહ્યું છે. આ મર્જર પછી HDFC લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે. હવે HDFC બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Ambalal Forecast/ અંબાલાલના બોલઃ જુલાઈમાં મેહુલો કરશે રેલમરોલ

આ પણ વાંચોઃ Heavy Rain/  વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં મુશ્કેલી, પહાડો પર આવ્યો ‘પ્રલય’! પર્વત પર પડી તિરાડ  

આ પણ વાંચોઃ Gujarat Rain/ રાજ્યમાં ભારે વરસાદના પગલે કયા-કયા રસ્તા બંધ અને એસટીની ટ્રિપો રદ થઈ તે જાણો

આ પણ વાંચોઃ Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ