New Delhi/ યુવકે ટ્વિટર પર મંદિર ઓળખવાની ચેલેન્જ આપી, તો PM મોદીએ આપ્યો આ જવાબ

ટ્વિટર પર એક્ટીવ રહેનારા લોકોમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે અને તેઓ પણ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે દરમિયાન શુક્રવારે એક યુઝરે લોકોને એક મંદિરનો ફોટો મૂકીને ઓળખવા બાબતે ચેલેન્જ આપી હતી,

India
a 226 યુવકે ટ્વિટર પર મંદિર ઓળખવાની ચેલેન્જ આપી, તો PM મોદીએ આપ્યો આ જવાબ

21 મી સદીના જમાનો એ સોશિયલ મીડિયાનો છે અને આ દરમિયાન દુનિયાના મોટા ભાગના લોકો આજે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. ફેસબુક, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિય પ્લેટફોર્મ પર લોકો પોતાની પોસ્ટ શેર કરતા હોય છે, જેમાં લોકો માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ખૂબ જ એક્ટિ્વ રહેતા હોય છે.

ટ્વિટર પર એક્ટીવ રહેનારા લોકોમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે અને તેઓ પણ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે દરમિયાન શુક્રવારે એક યુઝરે લોકોને એક મંદિરનો ફોટો મૂકીને ઓળખવા બાબતે ચેલેન્જ આપી હતી, જેમાં અન્ય લોકોની સાથે સાથે પરંતુ પીએમ મોદીએ ટ્વિટર પર જ તેનો જવાબ આપ્યો હતો તે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

આ ચેલેન્જની વાત કરીએ તો, લોસ્ટ ટેમ્પ્લેસ નામના એક ટ્વિટર એકાઉન્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં ગંગા નદીના ઘાટનાં કાંઠે મંદિર જોવા મળી રહ્યું છે અને ગંગા આરતી પણ કરવામાં આવતી બતાવવામાં આવી છે. આ ફોટો શેર કરતાં, આ માણસે અમેરિકન લેખક માર્ક ટ્વેન સંબંધિત શહેર વિશે લખેલા શબ્દોનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ઇતિહાસ કરતા પણ પ્રાચીન, પરંપરા કરતા પણ પ્રાચીન, દંતકથા કરતા પણ મોટા, શું તમે આ શહેરને ઓળખી શકો છો?

આ યુવકના ટ્વિટ પર દેશમા પ્રધાનમંત્રીએ જવાબ આપતા લખ્યું છે કે, હું નિશ્ચિત રીતે આને ઓળખી શકુ છું, મને યાદ છે કે થોડા વર્ષ પહેલા મે આ ફોટોને શોર કર્યો હતો,કાશીનું આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો