Not Set/ દુનિયાના સૌથી અમીર શહેરોમાં મુંબઈ ૧૨માં ક્રમે, કુલ આવક ૯૫૦ અબજ ડોલર

દિલ્લી, ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ દુનિયાના સૌથી અમીર શહેરોમાં ૧૨માં નંબરે છે. રિપોર્ટમાં મુંબઈની કુલ આવક ૯૫૦ અબજ ડોલર બતાવવામાં આવી છે. આ યાદીમાં કુલ ૧૫ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાનું ન્યુયોર્ક ૧૯૩ લાખ કરોડ રૂપિયા (૩ ટ્રિલિયન ડોલર) સાથે સૌથી ટોચ પર છે. જાહેર […]

India
mumbai દુનિયાના સૌથી અમીર શહેરોમાં મુંબઈ ૧૨માં ક્રમે, કુલ આવક ૯૫૦ અબજ ડોલર

દિલ્લી,

ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા રિપોર્ટમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ દુનિયાના સૌથી અમીર શહેરોમાં ૧૨માં નંબરે છે. રિપોર્ટમાં મુંબઈની કુલ આવક ૯૫૦ અબજ ડોલર બતાવવામાં આવી છે. આ યાદીમાં કુલ ૧૫ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાનું ન્યુયોર્ક ૧૯૩ લાખ કરોડ રૂપિયા (૩ ટ્રિલિયન ડોલર) સાથે સૌથી ટોચ પર છે.

જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ન્યુયોર્ક બાદ ૨.૭ ટ્રિલિયન ડોલર સાથે લંડન બીજા, ૨.૫ ટ્રિલિયન ડોલર સાથે ટોકિયો ત્રીજા, ૨.૩ ટ્રિલિયન ડોલર સાથે સન ફ્રાન્સીકો ચોથા, ૨.૨ ટ્રિલિયન ડોલર સાથે બીજિંગ પાંચમા જયારે ૨ ટ્રિલિયન ડોલર સાથે શાંઘાઈ છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત ૧.૪ ટ્રિલિયન ડોલર સાથે લોસ એન્જેલસ સાતમા, ૧.૩ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ આઠમાં, ૧ ટ્રિલિયન ડોલર સાથે સિડની નવમા, જયારે ૧ ટ્રિલિયન ડોલર સાથે સિંગાપુર દસમાં ક્રમે છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ મુજબ, આ ૧૫ શહેરોમાંથી છેલ્લા ૧૦ વર્ષોમાંથી સન ફ્રાન્સીકો, શાંઘાઈ, મુંબઈ અને સિડની આવકમાં સૌથી વધુ વિકાસ કરનારા શહેરો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ રિપોર્ટમાં શહેરોની ટોટલ વેલ્થમાં અહીં રહેનારાઓએ પ્રાઇવેટ રીતે એકઠી કરેલી કમાણીને સામેલ કરવામાં આવી છે. જયારે સરકારના ફંડ્સ સામેલ કરવામાં આવ્યા નથી.