વિવાદ/ એલોપથીની દવા અને ડોક્ટરોની નિંદા કરવું બાબા રામદેવને પડ્યું ભારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને કહ્યું….

બધી એલોપેથિક દવાઓ નિષ્ફળ ગઈ છે. તાવ માટે પણ દવા કામ કરતી નથી. દવા શરીરનું તાપમાન ઘટાડે છે, પરંતુ તાવ કેમ આવે છે, તેનું નિવારણ શોધી શક્તિ નથી.  વીડિયોમાં બાબા રામદેવ કહી રહ્યા છે કે એલોપથીની દવા ખાવાથી કરોડો કોરોના દર્દીઓ મરી ગયા છે.

Top Stories India
corona 2 એલોપથીની દવા અને ડોક્ટરોની નિંદા કરવું બાબા રામદેવને પડ્યું ભારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને કહ્યું....

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધને બાબા રામદેવને કોરોના વોરિયર વિષે કરેલી તેમની અપમાન જનક ટીપ્પણી  પાછું ખેંચવા જણાવ્યું છે.

તેમણે લખ્યું છે કે એલોપેથીક દવાઓ અને ડોકટરો અંગેની તમારી ટિપ્પણીથી દેશવાસીઓની ભાવનાને ભારે દુઃખ  પહોચ્યું છે. લોકોની આ ભાવના અંગે હું  તમને પહેલેથી જ ફોન પર અવગત કરાવી ચુક્યો છું. કોરોના સામે રાત દિવસ  લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ  સમગ્ર દેશવાસીઓ માટે દેવતુલ્ય છે. તમારા નિવેદનથી  તમે માત્ર કોરોના યોદ્ધાઓનો જ અનાદર નથી કર્યો પરંતુ દેશવાસીઓની લાગણીઓને પણ ઠેશ પહોચાડી છે.

Action sought against Harsh Vardhan - The Hindu

તેમણે આગળ લખ્યું છે કે કોરોના રોગચાળાના આ સંકટમાં જ્યારે એલોપથી અને તેનાથી સંકળાયેલા ડોક્ટરોએ કરોડો લોકોને નવું જીવન આપ્યું છે, ત્યારે એ કહેવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કરોડો કોરોના દર્દીઓ એલોપથીની દવા ખાવાથી મરી ગયા.

 

જાણો શું છે મામલો
આપને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવનો બે મિનિટ 19 સેકંડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં બાબા રામદેવ સાધકોની સામે તેમના ફોન પર સંદેશ વાંચતા નજરે પડે છે. જેમાં એલોપેથીક દવાઓને લઈને તેમના તરફથી અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેઓ કહે છે કે બધી એલોપેથિક દવાઓ નિષ્ફળ ગઈ છે. તાવ માટે પણ દવા કામ કરતી નથી. દવા શરીરનું તાપમાન ઘટાડે છે, પરંતુ તાવ કેમ આવે છે, તેનું નિવારણ શોધી શક્તિ નથી.  વીડિયોમાં બાબા રામદેવ કહી રહ્યા છે કે એલોપથીની દવા ખાવાથી કરોડો કોરોના દર્દીઓ મરી ગયા છે.

Harsh Vardhan asks Baba Ramdev to withdraw 'objectionable remarks' on  doctors - The Week

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કાનૂની નોટિસ મોકલી હતી
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીડિયો પર ભારતીય મેડિકલ એસોસિએશન એ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. આઇએમએએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને રામદેવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. આઈએમએએ રામદેવના નિવેદનની કાનૂની નોટિસ મોકલી હતી. તે જ સમયે, રામદેવના નિવેદન બાદ પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે બાબા રામદેવ ફક્ત એક વોટ્સએપ સંદેશ વાંચી રહ્યા હતા. આધુનિક વિજ્ઞાન અને સારા ડોકટરો વિરુદ્ધ ટીપ્પણી કરવાનો કોઈ ગંદો વિચાર પણ તેમના મનમાં ના હતો.