ગૃહમંત્રાલયે તાત્કાલિક અસરથી જમ્મુ-કાશ્મીરથી સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળની 72 કંપનીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. 72 કંપનીઓને પાછી બોલાવવાનું નક્કી કર્યું છે, જેમાં સીઆરપીએફની 24, બીએસએફની 12, આઇટીબીપીની 12, સીઆઈએસએફની 12 અને એસએસબીની 12 કંપનીઓનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઇએ કે, આ વર્ષે 5 ઓગસ્ટે કલમ 370 ને હટાવતા પહેલા સરકારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કર્યા હતા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય હોવાથી સરકારે અર્ધલશ્કરી દળની 72 કંપનીઓને રાજ્યમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.