Gujarat Election/ વડોદરામાં ભાજપે બગાવતી નેતા અને કાર્યકરો પર કરી મોટી કાર્યવાહી, 51 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ, મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમની પણ હકાલપટ્ટી

પાદરા અને વાઘોડિયા બેઠક પર મોટા પાયે બાગી તેવર ધરાવતા કાર્યકરો અને નેતાને સત્વરે સસ્પેન્ડ કર્યા છે. 51 કાર્યકરોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 6 વડોદરામાં ભાજપે બગાવતી નેતા અને કાર્યકરો પર કરી મોટી કાર્યવાહી, 51 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ, મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમની પણ હકાલપટ્ટી

વડોદરાઃ ભાજપની બળવાખોરો સામે લાલ આંખ
બળવાખોર સભ્યોનું કર્યું સફાઈ અભિયાન
પાદરા અને વાઘોડિયા બેઠકમાં સફાઈ અભિયાન
51 કાર્યકરોને છ વર્ષ માટે પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ
જિ.પંચાયત અને ન.પાના 26 સભ્ય સસ્પેન્ડ
મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમને કરાયા સસ્પેન્ડ
જિ.યુવા મોરચા પ્રમુખ જય જોષીને કરાયા સસ્પેન્ડ
તાલુકા કોષા અધ્યક્ષ સહિત 48 કાર્યકરોની હકાલપટ્ટી

ગુજરાતમાં વિદાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે બળવાખોરો સામે લાલ આંખ કરીને હકાલપડ્ડી કરી છે, વડોદરામાં ભાજેપ બાગી નેતાઓ સામે સંકજો ખેચ્યો છે. પાદરા અને વાઘોડિયા બેઠક પર મોટા પાયે બાગી તેવર ધરાવતા કાર્યકરો અને નેતાને સત્વરે સસ્પેન્ડ કર્યા છે. 51 કાર્યકરોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત અને નગર પાલિકાના કુલ 26 સભ્યોને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમને પણ સસ્પેન્ડ કરાયા છે.

ભાજપે જજે લોકો પાર્ટી વિરોધમાં કામ કરી રહ્યા છે તેમને સ્પષ્ટ સંદેશો આપ્યું છે કે ભાજપ કોઇપણ રીતે બગાવતને સાંખી લેશે નહી. જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જય જોષીની પણ હકાલપટ્ટી કરી દીધી છે. તાલુકામાથી પણ 48 કાર્યકરોની હકાલપટ્ટી કરવામાં આવી છએ.