રાજકોટ/ છેડતી કરાતા યુવતી રણચંડી બની કરી યુવકની ધોલાઈ

રાજકોટ ખાતે પતિની હાજરીમાં જ મહિલાની છેડતી કરવામાં આવી હતી. અને પતિ  દ્વારા આ રોડ છાપ રોમિયોની જાહેરમાં ધૂલાઈ પણ કરવામાં આવી હતી. 

Gujarat Rajkot
અજકોટ છેડતી કરાતા યુવતી રણચંડી બની કરી યુવકની ધોલાઈ
  • મહિલાની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ
  • મહિલાનો નંબર માંગતા મામલો ગરમાયો
  • છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ
  • મહિલા તેમજ તેના પતિએ ચખાડ્યો મેથીપાક

રાજયમાં મહિલાઓ સાથે ગેરવર્તન  કે છેડતીના બનાવો રાજ્યમાં સતત વધી રહ્યા છે. જાહેરમાં મહિલાઓની છેડતીના ગુના પણ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ ખાતે પતિની હાજરીમાં જ મહિલાની છેડતી કરવામાં આવી હતી. અને પતિ  દ્વારા આ રોડ છાપ રોમિયોની જાહેરમાં ધૂલાઈ પણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં શહેરના હુડકો ચોકડી નજીક મહિલાની છેડતી કરવામાં આવી હતી. રોમિયોએ રિક્ષામાં સવાર થઈ બાજુમાં બેસેલી મહિલા પાસે  તેનો જાહેરમાં નંબર માંગ્યો હતો. અને મામલો ગરમાયો હતો. મહિલાનો પતિ ઘટના સ્થળે હાજર હતો. અને તેણે ઋક્ષમાથી બહાર ખેંચી રોમિયોની જાહેરમાં ધોલાઈ કરી હતી.  સાથે મહિલા એ પણ રણચંડી બની રોમિયોને મેથી પાક આપ્યો હતો.

હિંદુ ધર્મ / આવો છે શ્રી ગણેશનો પરિવાર, 2 પત્નીઓ સાથે 2 પુત્રો અને 1 પુત્રીનો થાય છે સમાવેશ

ધર્મ વિશેષ / આ દેશોમાં ભગવાન ગણેશને ‘કાંગિતેન’ અને ‘ફ્રા ફિકાનેટ’ તરીકે પૂજવામાં આવે છે, શું તમે જાણો છો ?