Asia Cup/ ક્રિકેટ જંગ,ભારત-પાકિસ્તાન વચ્ચે આજે હાઇ વોલ્ટેજ મુકાબલો

એશિયા કપના ગ્રુપ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ રવિવારથી સુપર 4ના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે પણ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે.

Top Stories Sports
1 27 ક્રિકેટ જંગ,ભારત-પાકિસ્તાન વચ્ચે આજે હાઇ વોલ્ટેજ મુકાબલો

એશિયા કપના ગ્રુપ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ રવિવારથી સુપર 4ના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે પણ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. એક અઠવાડિયા પહેલા જ દુબઈના એક જ મેદાન પર બંને ટીમો આમને-સામને હતી અને જીત ભારતના હાથમાં આવી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયા આ વિચાર સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી વખત મેચ છેલ્લી ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી અને ફરી એકવાર તે જ અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, જીતવા માટે ટીમના ટોપ ઓર્ડરને સારી રમત બતાવવી પડશે.

એશિયા કપ T20 ટૂર્નામેન્ટની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. હવે આ ચાર ટીમો હવે એશિયા કપ ટાઈટલ માટે ટક્કર થવાની છે. પાકિસ્તાને શુક્રવારે છેલ્લી લીગ મેચમાં હોંગકોંગને મોટા અંતરથી હરાવીને સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. 8 દિવસમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ફરીથી સામસામે ટકરાશે. આ પહેલા બંને ટીમો 28 ઓગસ્ટના રોજ ગ્રુપ સ્ટેજમાં ટકરાયા હતા જેમાં ભારતે જીત મેળવી હતી.

ટોપ ઓર્ડર ચાલી રહ્યો નથી
પાવરપ્લેમાં ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોનું પ્રદર્શન સમસ્યારૂપ છે તો બિનઅનુભવી અવેશ ખાનની ડેથ ઓવરોની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં ભારતને બોલિંગ આક્રમણમાં ફેરફાર કરવાની જરૂર લાગે છે કારણ કે તેનો સામનો પાકિસ્તાન સામે છે, જેણે છેલ્લી મેચમાં હોંગકોંગને 150થી વધુ રનથી હરાવ્યું હતું. ભારત રવીન્દ્ર જાડેજાની પણ ખોટ કરશે, જે ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર અવેશ ખાન પણ આ મહત્વની મેચ પહેલા બીમાર થઈ ગયો છે.

ટોપ ઓર્ડરના બેટ્સમેનો રક્ષણાત્મક રીતે રમી રહ્યા છે
ભારતીય ટીમ માટે જોકે પાવર પ્લેમાં ટોચના ક્રમના બેટ્સમેનોનું રક્ષણાત્મક વલણ સમસ્યા બની શકે છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી કે રોહિત શર્મા બેમાંથી કોઈ આરામથી રમી શક્યું ન હતું. પીચ ધીમી પડતાં તેની સમસ્યા વધી ગઈ. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે પણ ભારતીય ટોપ ઓર્ડરે ધીમી બેટિંગ કરી હતી અને સૂર્યકુમાર યાદવની શ્રેષ્ઠ ઈનિંગ્સને કારણે ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. ભારતીય ટોપ ઓર્ડરની ધીમી રમતનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે કેએલ રાહુલે 39 બોલમાં 36 રન બનાવ્યા, જે તેની અત્યાર સુધીની સૌથી ધીમી ઇનિંગ છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં નસીમ શાહે જે બોલનો સામનો કર્યો હતો તે પ્રથમ બોલ પર રાહુલ બોલ્ડ થયો હતો. તેને બીજી તક આપવાની જરૂર છે પરંતુ તેણે પોતાનું વલણ બદલવું પડશે.

સુપર 4 કાર્યક્રમ

એશિયા કપમાં સુપર 4ની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ કુલ 3 મેચ રમશે. પાકિસ્તાન સાથેની ટક્કર બાદ, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અને 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ ભારત સામે મેચ રમ્યા બાદ 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને 9 સપ્ટેમ્બરે શ્રીલંકાનો સામનો કરશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.