Not Set/ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં શ્રેણીબદ્વ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી

વિશ્વના સૌથી કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં રવિવારે થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ઇસ્લામિક સ્ટેટે તેની સમાચાર એજન્સી અમાકના માધ્યમથી આ શ્રેણીબદ્વ વિસ્ફોટને અંજામ આપ્યો હોવાની વાતને સ્વીકારી છે. Reuters: Islamic State claims responsibility for Sri Lanka bombings through its Amaq news agency. pic.twitter.com/Rus0kDmbJv— ANI (@ANI) April 23, […]

Top Stories World
20190421 srilanka attacks 2 afp આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં શ્રેણીબદ્વ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી

વિશ્વના સૌથી કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે શ્રીલંકામાં રવિવારે થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ઇસ્લામિક સ્ટેટે તેની સમાચાર એજન્સી અમાકના માધ્યમથી આ શ્રેણીબદ્વ વિસ્ફોટને અંજામ આપ્યો હોવાની વાતને સ્વીકારી છે.

આ વચ્ચે રવિવારે શ્રીલંકાના સેંટ સેબેસ્ટિયન ચર્ચમાં ઘુસતા એક સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોરનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ વીડિયોમાં એક સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોર એક બેકપેક લઇને ચર્ચમાં પ્રવેશ કરતો જોઇ શકાય છે.

અગાઉ મનાઇ રહ્યું હતું કે સાત આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલાને અંજામ આપ્યો છે અને તેની સાંઠગાંઠ સ્થાનિક કટ્ટર ઇસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાત સાથે હતી. જો કે હવે આઇએસે ખુદ આ હુમલાની જવાબદારી સ્વીકારીને આ શંકા દૂર કરી છે.

નોંધનીય છે કે શ્રીલંકાની પોલિસે વિસ્ફોટ અંગેની કરેલી પ્રાથમિક તપાસમાં આ ફિદાયીન હુમલા ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલાના બદલા તરીકે કરાયા હતા તેવું માલુમ પડ્યું હતું. શ્રીલંકાના રક્ષા મંત્રીએ મંગળવારે આ વાતની પૃષ્ટિ કરી છે.

આ વિશે સંરક્ષણ મંત્રી રુવાન વિજયવર્ધને કહ્યું હતું કે રવિવારે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટ ક્રાઇસ્ટચર્ચમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કરાયા હતા. આ હુમલામાં 10 ભારતીયો સહિત 310 લોકોના મોત થયા હતા.