Not Set/ કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશને વિધાનસભામાંથી 7 દિવસ માટે કર્યા સસ્પેન્ડ,કોંગ્રેસે કર્યું વોકઆઉટ

સત્રના ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો

Top Stories Gujarat
12 3 કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશને વિધાનસભામાંથી 7 દિવસ માટે કર્યા સસ્પેન્ડ,કોંગ્રેસે કર્યું વોકઆઉટ

 

 

  • કોંગ્રેસ MLA પૂંજા વંશને સસ્પેન્ડ કરાયા
  • સાત દિવસ માટે ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ
  • હર્ષ સંઘવી માટે બોલ્યા હતા અક્ષોભનીય શબ્દ
  • ટપોરી જેવા શબ્દનો કર્યો હતો ઉપયોગ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે.  સત્રના ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી  માટે અશોભનીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત 10 મિનિટ સુધી હોબાળો કર્યો હતો. જેના બાાદ પુંજા વંશને ગૃહમાંથી 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો ત્રીજો દિવસ આક્ર્મક બની રહ્યો હતો. આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ પ્રશ્નોનો જવાબ ન મળતો હોવાથી વિરોધ કર્યો હતો. જેના બાદ તેઓ બેઠક છોડીને નીચે બેસી ગયા હતા. આવામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દખલગીરી કરતા કહ્યુ હતુ કે, આવી દાદાગીરી નહિ ચાલે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યો હોબાળો કર્યો હતો. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો