રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમીકલ કંપનીમાં ગઈકાલની રીએક્ટર બ્લાસ્ટની અતિ ગંભીર દુર્ઘટનામાં આજરોજ કર્મચારીઓના મોતનો આંક ૭ ઉપર પહોંચ્યો છે,એમાં બે કર્મચારીઓના મૃતદેહ જ્યાં બ્લાસ્ટ થયો આ ઘટનાસ્થળે જ વેરવિખેર હાલતમાં મળી આવ્યા છે.અને કાટમાળમાં ફસાઈ ગયેલા આ બન્ને કર્મચારીઓના મૃતદેહોના વેરવિખેર અંગોને બહાર કાઢવા માટે વિવિધ બચાવકાર્ય ટુકડીઓના ૧૫ સદસ્યો આજ સવારથી કામે લાગ્યા છે અને આ મૃતક કર્મચારીઓ કોણ હશે ?
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો
કંપનીના કહેવાતા જવાબદાર સત્તાધીશો હાથમાં મિસીંગ કર્મચારીઓની યાદી સાથે મૃત્યુઆંકને શોધી રહયા હોવાની આ નફ્ફટ બેજવાબદારીઓ સામે પોતાના સંબંધીઓ અને સ્વજનોની શોધખોળ માટે દોડી આવેલા સ્વજનો કંપની બહાર પ્રતિક્ષાઓ કરી રહયા છે.જ્યારે કેટલાક ઈજાગ્રસ્તોને જે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પણ ભારે ઉચાટો સાથે દોડી રહયા હોવાના આ ગુજરાત ફ્લોરો કંપનીના ભયાવહ દુર્ઘટનાના ગંભીર દ્રશ્યો બીજા દિવસની સવારથી અત્યારે મોડી સાંજે પણ ચિંતિત હૃદયો સાથે દેખાઈ રહયા છે.એમાં હવે આંસુઓ ભલે સુકાય ગયા છે.પરંતુ કંપની સત્તાધીશોના બેજવાબદાર જવાબો સામે આંખોમાં ભયંકર આક્રોશ સ્પષ્ટ દેખાતો હતો.!!
હાલોલથી અંદાઝે ૧૨ કી.મી.ના અંતરે આવેલ ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ “જીવતા બોંબ” સમાન ગુજરાત ફ્લોરો કંપનીના એમ.પી.પી.૨ પ્લાન્ટમાં ગત સવારે રીએક્ટરના જબરદસ્ત બ્લાસ્ટ સાથે ભયંકર આગ લાગતા સમગ્ર પંથકમાં અફડાતફડીના માહૌલ પ્રસરી જવા પામ્યો છે.સદનસીબે રેફ્રીજરેટર ગેસ ઉત્પાદન કરનાર આ કંપનીનો ગેસ પ્લાન્ટ સુરક્ષિત રહેતા સમગ્ર પંથક એક ભયંકર દુર્ઘટના માંથી બચી ગયો હોવાનો હાશકારો ભલે વ્યક્ત થતો હોય પરંતુ આ ભયંકર દુર્ઘટના બાદ પ્રજા આક્રોશ ભયંકર છે એટલા માટે કે ગુજરાત ફ્લોરો કંપનીના ભયંકર પ્રદૂષણના પગલે આસપાસના ૧૨ જેટલા ગામડાઓના પ્રજાજનો નર્કમાં જીવી રહયા હોવાની લાચારીઓ વચ્ચે દિવસો પસાર કરી રહયા છે..!!
GFL ના સેફટી અને સુરક્ષાના દાવાઓ પણ દુર્ઘટનામાં હવામાં ઉડી ગયા કે શું.?!!
રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કંપનીમાં ગત સવારે રીએક્ટર બ્લાસ્ટની ભયાવહ દુર્ઘટના સાથે કંપની સત્તાવાળાઓની સેફટી અને સુરક્ષાઓના પણ ધજાગરા બહાર આવ્યા હોવાનો અનુભવ ખુદ સ્થળ ઉપર દોડી ગયેલા જિલ્લા સત્તાધીશો અને બચાવ કાર્ય ટુકડીઓએ પણ અનુભવ્યો હતો.
આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો
ગુજરાત ફ્લોરો કંપની દ્વારા રેફ્રીજરેટર ગેસના જોખમી ઉત્પાદનથી પરિચિત અને રીએક્ટર બ્લાસ્ટથી જમીન ઉપર પડેલા જ્વલનશીલ પ્રવાહી વચ્ચે જવા માટે બચાવ કાર્યની તપાસ માટે આવેલ ટીમના સદસ્યો માટે આજ સવારમાં સ્પેશિયલ ગમ શૂઝ, ઓક્સિજન સાથેના ફેસ માસ્ક અને સુરક્ષિત જેકેટ મંગાવવામાં આવ્યા હતા. ગુજરાત ફ્લોરો કંપનીના જોખમી ઉત્પાદન પ્રક્રિયાથી વાકેફ એવા બચાવ ટુકડી અને તપાસ ટીમના સદસ્યોએ રીએક્ટર બ્લાસ્ટની ભયંકર દુર્ઘટનાનો ચિતાર મેળવવા માટે આજરોજ ડ્રોનનો સહારો લઈને હાઈડ્રોલીક ક્રેઈન મારફતે આ ગંભીર દ્રશ્યોનું નિરીક્ષણ કર્યુ હતુ.!!
GFL દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કર્મચારીઓ…
ગુજરાત ફ્લોરો કંપનીમાં ગત સવારે A.P.P.-2 નંબરના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રીએક્ટર બ્લાસ્ટની ગંભીર દુર્ઘટનામાં ૭ કર્મચારીઓના મોત અને ૨૨ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું હાજરીપત્રકના આધારે શરૂ થયેલ શોધખોળમાં બહાર આવ્યું હતું. આ મૃતક કર્મચારીઓમાં (૧) નરેશ અલસિંગ રાઠવા રહે. વડત ટેકર ફળિયું (પાવી જેતપુર) (૨) દિલીપ રમેશભાઈ રાઠવા રહે. વડત (પાવી જેતપુર) (૩) ગજેન્દ્રસિંહ મોહનસિંહ પઢીયાર રહે. પાદરા (વડોદરા) (૪) લક્ષમણસિંહ રમણસિંહ પરમાર રહે. જીતપુરા (ઘોઘંબા) (૫) રાજેશ પિત્રોડા (હાલોલ) (૬) સુહાસ કંચનભાઈ રોહિત (વડોદરા) અને (૭) આનંદકરમાર યાદવ (ઉત્તરપ્રદેશ) નો સમાવેશ થાય છે.