Not Set/ Video: કુંવરજીની મંદિરમાં પૂજા, દરગાહમાં બંદગી,કોંગ્રેસમાં હજી ઉમેદવારના જ ઠેકાણા નથી

જસદણ, કુંવરજી બાવળિયા જસદણની પેટા ચૂંટણીમાં શનિવારે સવારે 12-30 કલાકે ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરી કુવરજી બાવળિયાએ જીતનો હુંકાર કર્યો હતો. કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતુ કે, જસદણમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધવતા પહેલા મંદિર અને મસ્જિદમાં શીશ નમાવી વિજયની કામના કરી હતી. ઉલ્લેખનિય છે કે, જસદણની પેટા ચૂંટણીમાં […]

Gujarat Others Trending Videos
mantavya 284 Video: કુંવરજીની મંદિરમાં પૂજા, દરગાહમાં બંદગી,કોંગ્રેસમાં હજી ઉમેદવારના જ ઠેકાણા નથી

જસદણ,

કુંવરજી બાવળિયા જસદણની પેટા ચૂંટણીમાં શનિવારે સવારે 12-30 કલાકે ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરી કુવરજી બાવળિયાએ જીતનો હુંકાર કર્યો હતો.

કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતુ કે, જસદણમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધવતા પહેલા મંદિર અને મસ્જિદમાં શીશ નમાવી વિજયની કામના કરી હતી. ઉલ્લેખનિય છે કે, જસદણની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. આ ચૂંટણી કોંગ્રેસ માટે મરણીયા સમાન અને ભાજપ માટે મહત્વની સાબિત થશે. જેના કારણે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

જસદણ પેટાચૂંટણીનો જંગ છેડાઈ ચુક્યો છે. ત્યારે 1985થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પર જીત મેળવતા કુંવરજી બાવળીયા માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ચુક્યો છે. ભાજપને તો આ બેઠક મેળવવામાં લગભગ ત્રીસેક વર્ષથી સફળતા મળી નથી.

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે.

જોકે, કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર ન કરાતા, પાર્ટીમાં આંતરિક જુથવાદના ચરુમાં ઉકળાટ જોવા મળ્યો છે. મળતી વિગતો મુજબ જસદણ વિસ્તારના કોંગ્રેસના ચાર મોટા માથાએ ઉમેદવારી ફોર્મ લઈને હાઈકમાન પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી પત્ર લેતા રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. સાથે જ ધીરુભાઈ શીંગાળા તેમજ અવસર નાકિયાએ પણ ઉમેદવારી પત્ર લીધું હોવાની જાણકારી મળી રહી છે.