Not Set/ રાજકોટનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી દોડશે ST બસ

  રાજકોટ જિલ્લામાં આજથી એસ.ટી બસો દોડશે. રાજકોટ સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશનનાં તમામ ગ્રામ્ય વિસ્તારનાં લોકલ બસ રૂટ આજથી રાબેતા મુજબ થઇ જશે. જણાવી દઇએ કે, 5 મહિના પહેલા લોકડાઉન વખતે બંધ કરાયેલા તમામ ગ્રામ્ય લોકલ બસ રૂટ આજથી શરૂ કરી દેવામાં આવશે. આ દરમિયાન બસમાં તમામ મુસાફરોનાં ટેમ્પરેટચર ચેક કરવામાં આવશે. ડિવિઝનનાં 9 ડેપોને […]

Gujarat Rajkot
80a07b41f423bef14cf14ec5ff35544f રાજકોટનાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી દોડશે ST બસ
 

રાજકોટ જિલ્લામાં આજથી એસ.ટી બસો દોડશે. રાજકોટ સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશનનાં તમામ ગ્રામ્ય વિસ્તારનાં લોકલ બસ રૂટ આજથી રાબેતા મુજબ થઇ જશે. જણાવી દઇએ કે, 5 મહિના પહેલા લોકડાઉન વખતે બંધ કરાયેલા તમામ ગ્રામ્ય લોકલ બસ રૂટ આજથી શરૂ કરી દેવામાં આવશે.

આ દરમિયાન બસમાં તમામ મુસાફરોનાં ટેમ્પરેટચર ચેક કરવામાં આવશે. ડિવિઝનનાં 9 ડેપોને 147 થર્મલ ગનની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ એસ ટી વિભાગનાં મેનેજર નિશાંત બી વરમોરા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે દરેક મુસાફરો ડ્રાઈવર કંડકટર તથા એસ ટી કર્મચારીઓને પુરતો સહયોગ આપે. બેડલા, લોધીકા, ખાખરાબેલા, થોરીયાળી, ઉન્ડ ખીજડિયા, રાદડ, છેલ્લી ઘોડી,  મોરીદળ, ખરેડી, દાણીધાર, રણુજા હકુમતીયા સરવણીયા, વજીર ખાખરીયા, ધુડશિયા, સમાણા, અજીતગઢ, જીવાપર, દમડા, થોરાળા, મોજ ખીજડીયા ગામની નાઈટ હોલ્ટ કરતી ગ્રામ્ય બસ સર્વિસ આજે રવિવાર બપોરથી શરૂ થશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.