Not Set/ શિક્ષણ વિભાગનો વિવાદાસ્પદ પરિપત્ર,તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંગદનામું કરવા આદેશ

અમદાવાદ, રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો  છે કે, જેમાં સ્કૂલ સેફ્ટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યા પછી નવો વિવાદ ઊભો થયો છે. પરિપત્રને લઇને કોંગ્રેસે પણ ભાજપ સરકાર ઉપર બરોબર પ્રહારો કર્યા હતા. શિક્ષકોને 20 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ આદેશનો કરવામાં આવ્યો […]

Top Stories Gujarat Videos
mantavya 266 શિક્ષણ વિભાગનો વિવાદાસ્પદ પરિપત્ર,તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંગદનામું કરવા આદેશ

અમદાવાદ,

રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો  છે કે, જેમાં સ્કૂલ સેફ્ટીને લઇને વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડ્યા પછી નવો વિવાદ ઊભો થયો છે. પરિપત્રને લઇને કોંગ્રેસે પણ ભાજપ સરકાર ઉપર બરોબર પ્રહારો કર્યા હતા.

શિક્ષકોને 20 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ આદેશનો કરવામાં આવ્યો છે. શિક્ષકો જાતિય ગુના, પોસ્કો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો છે. ખોટું સોગંદનામું કરનાર સામે પગલાં લેવાશે.

બહાર પાડેલા પરિપત્ર બાદ કોગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પરિપત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, સ્કૂલ સેફ્ટીના નામે સરકાર શિક્ષકોના સ્વમાન ઉપર ઘા કર્યો છે. ભાજપના પદાધિકારીઓ પાસેથી બાહેધરી લેવી જોઇએ.