દહેગામ/ પાલૈયા ગામ નજીક ગેસની પાઈપલાઈનમાં ધડાકાભેર આગ

ખોદકામ દરમ્યાન સાબરમતી ગેસ લાઈન તૂટતા આંખના પલકારામાં આગ ભભૂકી હતી. પરિણામે જેસીબી તેમજ નજીકમાં પાર્ક કરાયેલું એકટીવા પણ બળીને ખાખ થઈ ગયું હતુ.

Gujarat Others
પાલૈયા ગામ નજીક ગેસની પાઈપલાઈનમાં ધડાકાભેર આગ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલૈયા ગામ નજીક જેસીબી વડે ખોદકામ દરમ્યાન સાબરમતી ગેસ પાઈપલાઈન તૂટી જતાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા હતી. જેમાં જેસીબી સહિત એકટિવા ભળીને ખાખ થઈ ગયા હતા. આગના પગલે આસપાસના લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ આગ વધુ ના પ્રસરે તે માટે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં વધુ મોટી જાનહાનિ ના થાય સાવચેતીના ભાગરૂપે પાલૈયા ગામનો વીજપુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા દહેગામ મામલતદાર અને દહેગામ પોલીસ અને ફાયરવિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવની વિગત પ્રમાણે દહેગામ પાસે ગામ નજીક પસાર થતા દહેગામ- બાયડ હાઈવે પર પાલૈયા પાસે ગામમાં જવાના માર્ગ પર ગેટનું નિર્માણ કરવાનું હોય જેસીબી વડે પાયા ખોદવાનું કામકાજ ચાલુ કર્યું હતું. ખોદકામ દરમ્યાન સાબરમતી ગેસ લાઈન તૂટતા આંખના પલકારામાં આગ ભભૂકી હતી. પરિણામે જેસીબી તેમજ નજીકમાં પાર્ક કરાયેલું એકટીવા પણ બળીને ખાખ થઈ ગયું હતુ. ગેસ પાઈપલાઈન લીકેજમાં આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે ફાયરવિભાગ પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

National /કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો …

ગુજરાત /પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા, શંકાના આધારે શિક્ષકની અટકાયત…