Not Set/ ગુજરાતમાં આ ત્રણ સ્થળે શરૂ થશે સી પ્લેન સર્વિસ,મોદી સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ

રાજ્યમાં એડવેન્ચર ટુરીઝમને પ્રોત્સાહન મળે તે માટે 3 સ્થળોએ સી પ્લેન સર્વિસ શરૂ કરવાની ગ્રીન સિગ્નલ કેન્દ્ર સરકારે આપી દીધી છે.મોદીની કેન્દ્ર સરકારે દેશમાં ગુજરાતમાં ત્રણ, આંદામાન-નિકોબારમાં ત્રણ, આસામમાં બે, ઉપરાંત તેલંગાના, આંધ્રપ્રદેશ સહિતના કુલ 10 સ્થળોએ સી-પ્લેન સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. ભારત સરકારે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યૂ ઓફ […]

Ahmedabad Gujarat
Untitled 40 ગુજરાતમાં આ ત્રણ સ્થળે શરૂ થશે સી પ્લેન સર્વિસ,મોદી સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ

રાજ્યમાં એડવેન્ચર ટુરીઝમને પ્રોત્સાહન મળે તે માટે 3 સ્થળોએ સી પ્લેન સર્વિસ શરૂ કરવાની ગ્રીન સિગ્નલ કેન્દ્ર સરકારે આપી દીધી છે.મોદીની કેન્દ્ર સરકારે દેશમાં ગુજરાતમાં ત્રણ, આંદામાન-નિકોબારમાં ત્રણ, આસામમાં બે, ઉપરાંત તેલંગાના, આંધ્રપ્રદેશ સહિતના કુલ 10 સ્થળોએ સી-પ્લેન સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

ભારત સરકારે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને શેત્રુંજ્ય ડેમ ખાતે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની બાબતને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી છે.

સી પ્લેન સર્વિસનો પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરાવીને ગુજરાત સરકારને મોકલાવી આપ્યો છે એટલું જ નહીં પણ આ પ્રોજેક્ટના ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે કન્સલટન્સીની નિમણૂક પણ દીધી છે.

ભારત સરકારે, ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનને આ સમગ્ર કામગીરી સુપરત કરી છે. જેમના દ્વારા વોટર એરોડ્રામ માટેની જરૂરિયાતો, અન્ય પ્રક્રિયા તથા લાઇસન્સીંગ માટે સૂચનાઓ પણ જારી કરી દીધી છે.

ખાનગી એરલાઈન ઓપરેટર્સ દ્વારા વોટર એરોડ્રામ તૈયાર થયા બાદના બે મહિનાની અંદર સી-પ્લેનની સર્વિસનો આરંભ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી મહેસાણા-ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં યાત્રા કરી હતી.

દેશમાં ક્યા 10 સ્થળોએ સી-પ્લેન સેવા કાર્યરત થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર સરોવર નર્મદા ડેમ)

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

શેત્રુંજ્ય ડેમ

નાગાર્જુન ડેમ , તેલંગાના

ઉમરાંગસો જળાશય, આસામ

ખારધુલી ક્ષેત્ર, ગૌહતિ, આસામ

પ્રકાશમ બૈરેજ જળાશય, આંધ્રપ્રદેશ

સ્વરાજ દ્વિપ (હેવલોક આઈલેન્ડ), આંદામાન-નિકોબાર

શહીદ દ્વિપ, (નેઈલ આઈલેન્ડ), આંદામાન-નિકોબાર

લોંગ આઈલેન્ડ. આંદામાન-નિકોબાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.