મુલાકાત/ માતાના 100મા જન્મદિવસ પર આર્શિવાદ લેવા વડાપ્રધાન આવતીકાલે નાના ભાઇના ઘરે જશે ?

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે માટે જ છેલ્લા 8 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બીજી મુલાકાત છે

Top Stories Gujarat
વડાપ્રધાન માતાના 100મા જન્મદિવસ પર આર્શિવાદ લેવા વડાપ્રધાન આવતીકાલે નાના ભાઇના ઘરે જશે ?

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે માટે જ છેલ્લા 8 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બીજી મુલાકાત છે. વડાપ્રધાન મોદી 17-18 જૂન સુધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આથી PM મોદી આજે સાંજે અમદાવાદ પહોંચી ગયા છે. રાત્રે પીએમ ગાંધીનગરના રાજભવનમાં રોકાશે. આવતીકાલે સવારે વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા તેમના નાના ભાઈના ઘરે જઈ શકે છે. નોંધનીય છે કે પીએમ મોદીની માતા હીરા બા આવતીકાલે 100માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

PM મોદી શનિવારે સવારે 9 વાગ્યે પાવાગઢમાં નવનિર્મિત મહાકાળી માતાના મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી વડાપ્રધાન મોદી નવા મંદિરમાં ધ્વજારોહણ કરશે. 11.30 PM હેરિટેજ ફોરેસ્ટ જશે. ત્યાર પછી PM મોદી વડોદરામાં 12 વાગ્યે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 16,000 કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું લોકાર્પણ કરશે.

નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદી 10 જૂને ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે વડાપ્રધાને નવસારીમાં આદિવાસી વિસ્તારો માટે પાણી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.