કાર્યવાહી/ માનવ તસ્કરી મામલે NIAની મોટી કાર્યવાહી,55 સ્થળો પર દરોડા પાડીને 44 લોકોની કરી ધરપકડ

NIAએ બુધવારે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતા માનવ તસ્કરી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ અંગે માહિતી આપી છે.

Top Stories India
3 3 માનવ તસ્કરી મામલે NIAની મોટી કાર્યવાહી,55 સ્થળો પર દરોડા પાડીને 44 લોકોની કરી ધરપકડ

NIAએ બુધવારે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતા માનવ તસ્કરી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ અંગે માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને બુધવારે સવારે ભારતના ઘણા રાજ્યોમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન માનવ તસ્કરીના ચાર કેસમાં 44 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન NIAએ મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ જેવા ડિજિટલ ઉપકરણોને રિકવર કર્યા હતા. આ સિવાય આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિત મોટી સંખ્યામાં ઓળખ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ દસ્તાવેજો બનાવટી હોવાની આશંકા છે. આ સાથે 20 લાખ રૂપિયાની ભારતીય નોટો અને 4550 યુએસ ડોલર (3,78,819 રૂપિયા) પણ મળી આવી છે. દરોડા દરમિયાન કુલ 44 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ત્રિપુરામાંથી 21, કર્ણાટકમાંથી 10, આસામમાંથી 5, પશ્ચિમ બંગાળમાંથી 3, તમિલનાડુમાંથી 2 અને પુડુચેરી, તેલંગાણા અને હરિયાણામાંથી 1-1ની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દલાલો ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને દેશના અલગ-અલગ ભાગોમાં મોકલતા હતા.


whatsapp ad White Font big size 2 4 માનવ તસ્કરી મામલે NIAની મોટી કાર્યવાહી,55 સ્થળો પર દરોડા પાડીને 44 લોકોની કરી ધરપકડ


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો