Not Set/ લ્યો હવે જામકંડોરણામાંથી સામે આવ્યું સસ્તા અનાજનું કૌભાંડ, હક્કદાર કંગાળ – કૌભાંડી માલામાલ

આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી,  જી હા, રોજ કોઇને કોઇ કૌભાંડ સામે આવી જ જાય છે, અરે સિસ્ટમ એટલી સારી નથી પરંતુ કૌભાંડો જ એટલા થાય છે કે શોધવાની જરુર જ નથી પડતી. જી હા, હેવા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાંથી કૌભાંડ સામે આવ્યું છે, ગરીબ લોકોનું સસ્તા દરનું અનાજ નહીં આપી ને […]

Gujarat Others
b5c5813c063a831f05fec37af8eb82bc લ્યો હવે જામકંડોરણામાંથી સામે આવ્યું સસ્તા અનાજનું કૌભાંડ, હક્કદાર કંગાળ - કૌભાંડી માલામાલ

આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી,  જી હા, રોજ કોઇને કોઇ કૌભાંડ સામે આવી જ જાય છે, અરે સિસ્ટમ એટલી સારી નથી પરંતુ કૌભાંડો જ એટલા થાય છે કે શોધવાની જરુર જ નથી પડતી. જી હા, હેવા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાંથી કૌભાંડ સામે આવ્યું છે, ગરીબ લોકોનું સસ્તા દરનું અનાજ નહીં આપી ને બરોબર વેચી દેવા માં આવી રહ્યા ભાંડા ફોડ થયો છે. ખરા હકદારને અનાજ માટે માટે વલખા મારવા પડે અને આ કૌભાંડીઓ માજા મુકી અને પોતાનાં ઘર ભરી રહ્યા છે. 

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લા ના જામકંડોરણા માં એક સસ્તા અનાજ નું કૌભાંડ સામે આવ્યું છે. જેં મુજબ જામકંડોરણા તાલુકા ના બોરિયા ગામ ની સેવા સહકારી મંડળી દ્વારા સસ્તા અનાજ ની દુકાન ચલાવવા માં આવી રહી છે જેમાં BPL અને APL સહિત ના ને જે સરકાર દ્વારા જ અનાજ આપવા માં આવે છે તે આ કાર્ડ ધારક પાસે પોહોચતુ નથી અને બરોબર પગ કરી જાય છે, જયારે આ લોકો ના નામે ઓનલાઇન જે રજીસ્ટર માં આ અનાજ આપી દીધેલ હોવા નું જાણવા મળે છે, જેને લઇ ને આજે આવા ભોગ બનનાર લોકો એ બોરિયા સેવા સહકારી મંડળી દ્વારા ચલાવવા માં આવી રહેલ સસ્તા અનાજ ની દુકાન ઉપર હલ્લા બોલ કર્યો હતો સાથે સાથે રોષે ભરાયેલ લોકો એ પુરવઠા વિભાગ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા, અને ભ્રસ્ટાચાર બંધ કરો ગરીબો ના હક્ક ના અનાજ આપો ના સૂત્રો ચાર કર્યા હતા.

સામે આવેલી ભ્રસ્ટાચારની વિગતો જોતા, જે કાર્ડ ઘરાકો છે તેને આ સસ્તા અનાજ ની દુકાનદાર દ્વારા પુરોતો જથ્થો આપવા મ આવતો ના હતો, સાથે જે લોકો બહાર ગામ રહે છે તેવા  લોકો ના નામે પણ અહીં દુકાનદાર અનાજ લઈ ને બરોબર વેચી નાખે છે, સાથે જે લોકો અહીં ગામ માં રહેતા નથી અને જેવો ક્યાં છે તેવા લોકો ના નામે પણ અહીં રાસન કાર્ડ છે ને તેવો ના નામે પણ અહીં થી રાસન ઉપાડી ને બરોબર વેચી નાખવા માં આવે છે આવો આક્ષેપ ગામ લોકો અને ભોગ બનારે કર્યો હતો, સાથે ભોગ બનારે આ બાબતે સસ્તા અનાજ ની દુકાન ચાલવતા બોરિયા સેવા સહકારી મંડળી ના પ્રમુખ અને સતાધીધો ને પણ કરી હતી અને આ તમામ બાબતે થયેલ વાત ચિત્ત અને ખુલાસા નું સ્ટિંગ વિડ્યો બનાવેલ હતો, જેમાં સસ્તા અનાજ નું દુકાન ચલાવતા અને બોરિયા સહકારી મંડળી ના કર્મચારી  દ્વારા આ બાબતે જે કામગીરી કરવા માં આવનાર છે તે અંગે કબૂલાત કરી હતી જે વિડ્યો માં જોવા મળતું હતું

દુકાનદાર દ્વારા આવા લોકો ના રાસન કાર્ડ માં અનાજ નહિ આપી ને અને તેવો ના નામે ઓનલાઇન અનાજ લઈ લિધેલા ના બતાવે છે જયારે  અતુલભાઈ કે જેવો ઘણા વર્ષો થયા સુરત રહે છે અને તેવો એ તેને સસ્તા અનાજ ની જરૂર નથી નું  જાહેર કરેલ તેવો ના નામે જ વરસો થી અનાજ લઇ ને બરોબર પગ કરી જતા નું જોવ મળેલ હતું,

મળેલ પુરાવા અને લોકો ના કહેવા મુજબ એવા અસંખ્ય દાખલ જોવા મળેલ મુજબ જે લોકો ના રાસન કાર્ડ માં અનાજ મળેલ નથી અને જે અનાજ તેના નામે દેવાઈ ગયું છે ને તે ઓનલાઇન ઉધરાય ગયું છે, પરંતુ હકીકત માં આવા લોકો ને પ્રત્યક્ષ મળેલ નથી, અને તેના રાસન કાર્ડ માં પણ ઉધરાયેલ નથી, જે જોતા આવા લોકો ના નામે સરકાર માં થી અનાજ લઈ ને બરોબર પગ  જતું હોવા નું જાવ મળેલ હતું

બોરિયા ગામ ની સેવા સહકારી મંડળી દ્વારા ચલાવવા માં આવતી સસ્તા અનાજ ની દુકાન માં ચાલતી ગેર રીતિ અને ભ્રસ્ટાચાર ના સીધા જવાબદાર બોરિયા સેવા સહકારી મંડળી ના સંચાલકો છે ત્યારે મંડળી ના મંત્રી એ આ બાબતે તેવો ને કોઈ ખબર ના હોય અને આ બાબતે મંડળી ના કારોબારી ના જામ કરેલ છે અને જે યોગ્ય પગલાં લેવાં થશે તતે લેવા માં આવશે તેવું જણાવી ને પોતાના હાથ ખંખેર્યા હતા

ગરીબોનાં ભાગનું અનાજ અને મોઢાનો કોળ્યો છીનવતા આવા ભ્રસ્ટાચારી ઓ ને યોગ્ય સજા થાય તે જરૂરી છે

નિલેશ મારૂ, મંતવ્ય ન્યૂઝ – જામકંડોરણા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews