Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બની

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બન્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ નગરપાલિકાના 13 વોર્ડમાં સંગઠન અને ઉમેદવાર પસંદગી માટે રવિવારે બેઠક બોલાવાઇ છે….

Gujarat Others
Makar 7 સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બની

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બન્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ નગરપાલિકાના 13 વોર્ડમાં સંગઠન અને ઉમેદવાર પસંદગી માટે રવિવારે બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં પ્રદેશ જવાબદારો હાજર રહીને ચર્ચા વિચારણા કરનાર હોવાથી ભર શિયાળે રાજકીય ગરમાવો ફેલાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકા, પાંચ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં ઉમેદવારો કડકડતી ઠંડીમાં લોક સંપર્ક શરૂ કર્યો છે. આ સમયે કોંગ્રેસપક્ષે પણ ચૂંટણી જીતવા કવાયત હાથ ધરી છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, મોહનભાઇ પટેલ, ચૂંટણી નિરીક્ષક મહેશભાઇ રાજપૂત વગેરે નગરપાલિકા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે સુરેન્દ્રનગર-વડવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના નિરિક્ષક મહેશભાઇ રાજપૂતે જણાવ્યુ કે સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારમાં કોંગ્રેસે જનાધાર વધાર્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે પરંતુ ભવ્ય બહુમતી મળે તે માટે પ્રશ્નો, સમસ્યા અને વિકાસ બાબતે ચર્ચા વિચારણા કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો